કેન્દ્ર સરકારનો વધુ એક ખેડૂત તરફી નિર્ણય, ઓએનજીસી દ્વારા ભાડે રખાતી જમીનના ભાડામાં વધારો

ગાંધીનગર: ગુજરાતના ખેડા, ગાંધીનગર, મહેસાણા, પાટણ સહિતના જીલ્લાઓમાં તેમજ સમગ્ર રાજ્યમાં ઓ.એન.જી.સી. દ્વારા તેના જુદા જુદા કામો માટે જરૂરી જમીન સંપાદન કરી ભાડે રાખવામાં આવે છે. તે ભાડામાં નોંધપાત્ર વધારો કરવાનો નિર્ણય કેન્દ્ર સરકારે કર્યો છે. તેને ગુજરાત પ્રદેશ ભાજપાએ આવકાર આપ્યો છે. કિસાનો અને અન્ય લોકોની જમીન ઓ.એન.જી.સી.એ ભાડે રાખી છે તેમને ૧૦૦ ચોરસમીટરનું ભાડું પહેલા ૧૮૦૦ રૂપિયા આપવામાં આવતું હતુ તેની જગ્યાએ હવે ૨૪૦૦ રૂપિયા કરવામાં આવ્યું છે. એટલે કે, ૩૩ ટકા જેટલો વધારો કરવામાં આવ્યો છે.

error: Content is protected !!