ધર્મનાં આધાર પર આરક્ષણ સ્વીકાર્ય નથી: અમિત શાહ

હૈદરાબાદઃ  હૈદરાબાદ પહોંચેલા ભાજપ અધ્યક્ષ અમિત શાહે ટીઆરએસનાં મુખિયાનાં રાવ ચંદ્રશેખર પર નિશાન સાધતા કહ્યું કે, તેલંગાણાની દરેક સીટ પર અમે મજબૂતાઇથી લડીશું. રાજનૈતિક સ્વાર્થ માટે ચંદ્રશેખરે અહીંની પ્રજા પર બોઝ નાખ્યો છે. તેઓનું કહેવું એમ છે કે આગામી ચૂંટણીમાં ટીઆરએસ  જીતી શકશે નહીં.

તેલંગાણામાં મુસ્લિમોને 12 ટકા આરક્ષણ દેવાનાં મુદ્દે શાહે કહ્યું કે, આ માત્ર રાજનૈતિક ચાલ છે. ધર્મનાં આધાર પર આરક્ષણ ના આપી શકાય. આ તુષ્ટીકરણની રાજનીતિ છે. વોટબેંકને માટે અહીં મુસ્લિમોને આરક્ષણ આપવામાં આવેલું છે. ધર્મનાં આધાર પર આરક્ષણ સ્વીકાર્ય નથી.

શાહે વધુમાં કહ્યું કે, “કેસી રાવે એક દેશ, એક ચૂંટણીનું સમર્થન કર્યું, પરંતુ આજે તેઓની પાર્ટીએ પોતાનો પક્ષ બદલી નાખ્યો અને એક નાના રાજ્યને બે ચૂંટણી (વિધાનસભા અને લોકસભા)નો ખર્ચ ઝેલવા પર મજબૂર કરી છે. હું તેલંગાણાનાં મુખ્યમંત્રીને પૂછું છું કે, તેઓએ તેલંગાણાનાં લોકો પર આટલો બોઝ કેમ નાખ્યો? ભાજપ રાજ્યની દરેક સીટો પરથી ચૂંટણી લડશે અને એક મજબૂત નિર્ણાયક શક્તિ તરીકે ઉભરીને સામે આવશે.”

શાહે ઉમેર્યું કે, ” કે સી રાવની સરકાર દરેક મોરચે અસફળ જ રહી છે. પછી ભલે તે કાયદા વ્યવસ્થા હોય કે વિકાસ. ભાજપે એક નવો વિચાર દેશ સમક્ષ રાખ્યો છે કે ‘એક દેશ, એક ચૂંટણી’. ભાજપ એવું માને છે કે પોતાની રાજનૈતિક સ્વાર્થને સાધવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ તેલંગાણાની જનતા પર થોપવાનું કામ ચંદ્રશેખર રાવે કર્યું છે. મોદી સરકારનાં કાર્યકાળમાં 13માં નાણાં આયોગ અંતર્ગત તેલંગાણાને મળવાપાત્ર રકમને 16,597 કરોડ રૂપિયાથી વધારીને 1,15,605 કરોડ રૂપિયા કરવામાં આવ છે.

error: Content is protected !!