રાજકોટમાં આજી અને ન્યારી ડેમ પર સેલ્ફી લેવા પર પ્રતિબંધ, જન્માષ્ટમીના તહેવારને લઈ લેવાયો નિર્ણય
August 29, 2018
રાજકોટ: જન્માષ્ટમીનો તહેવાર નજીકમાં છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચેતવણીના ભાગ રૂપે પાણી વાળા ફરવાના સ્થળે સેલ્ફી ક્લિક કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ સાથે જ તહેવારો દરમિયાન ફાયર-બ્રિગેડના જવાનોને પણ એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે.
રાજકોટમાં સાતમ-આઠમના તહેવારમાં ‘ગૌરસ’નો મેળો ભરાશે. આ દરમિયાન શહેરીજનો ઉપરાંત સૌરાષ્ટ્રના અનેક ગામોથી લોકો મેળામાં ઉમટી પડતા હોય છે. તહેવારમાં મેળાની મુલાકાતની સાથે સાથે લોકો રાજકોટ શહેરની નજીકના ફરવા લાયક સ્થળની પણ મુલાકાત લેતા હોય છે. જેમ કે, આજી ડેમ, ન્યારી અને અટલ સરોવરની મુલાકાતે મોટી સંખ્યામાં લોકો ઊમટી પડતા હોય છે. ત્યારે હાલ યુવાનો સહિતના શહેરીજનોમાં સેલ્ફી લેવાનો ક્રેઝ હોય તેને ધ્યાને લઈને મહાનગરપાલિકા કમિશનરે સેલ્ફીને કારણે કોઈ અઘડીત ઘટના ન બને તે માટે સેલ્ફી લેવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ સાથે જ આ સ્થળો પર પૂરતો બંદોબસ્ત રાખવા મહાનગરપાલિકાના અગ્નિશમન સમિતિના ચેરમેને પણ સૂચના આપી છે.
મહાનગરપાલિકા કમિશનર બંચ્છાનિધી પાનીએ કહ્યું કે, ભૂતકાળમાં તહેવારો દરમિયાન આજી ડેમ અને ન્યારી ડેમમાં સેલ્ફી લેવા જતા દુ:ખદ ઘટના બની હતી. તાજેતરમાં જ ન્યારી ડેમમાં સેલ્ફી ક્લિક કરવા જતા એક જ પરિવારના બે સગાભાઈનો મોત નિપજવાની ઘટના પણ બની હતી. ત્યારે આગામી જન્માષ્ટમીના તહેવારમાં આવી દુ:ખદ ઘટના ન બને તે માટે અગમચેતીના ભાગરૂપે આજી અને ન્યારી ડેમ નજીક સેલ્ફી લેવા પર પ્રતિબંધ મૂકવા સૂચના આપવામા આવી છે. આ ઉપરાંત રેસકોર્સ-2માં બનેલા અટલ સરોવરમાં પણ સેલ્ફી લેવા પર પ્રતિબંધ મૂકવા ફાયરબ્રિગ્રેડ શાખા તથા સંબંધિત શાખાને સૂચના આપી છે.
Recent Stories
ગુજરાતમાંથી કર્ણાટક-આંધ્રપ્રદેશને સિંહની જોડી આપવા મુખ્યમંત્રીશ્રીની સૈદ્ધાંતિક મંજૂરી
નર્મદા તથા અન્ય કેનાલોમાંથી પાણીનો બિનઅધિકૃત ઉપયોગ કરવો નહીં
અન્ય વ્યક્તિના પુરાવા, મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી આપી નોંધણી કરાવનાર વ્યક્તિ તથા જી.એસ.ટી. પ્રેક્ટિશનર ગુના પાત્ર ઠરશે.
આ સમયગાળા દરમિયાન પૂર્વ ચેરમેન દ્વારા કરાયેલી કથિત રૂ.૬.૭૮ કરોડની નાણાકીય ગેરરીતિ સામે ચાલી રહેલી વસુલાત કાર્યવાહી
ઇજનેરી, ફાર્મસી, આર્કિટેક્ચર સહિત પ્રોફેશનલ કોર્ષમાં ૪૦,૦૦૦ થી વધુ બેઠકોનો વધારો થશે