ઇન્ડિયન ઓઇલને પાછળ પાડીને રિલાયન્સ દેશની સૌથી મોટી રિફાઇનરી કંપની બની

ગાંધીનગર:ભારતીય અબજોપતિ અને જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીનાં ઓઇલથી લઈને ટેલીકોમ ક્ષેત્ર સુધી ફેલાયેલા વ્યાવસાયિક જૂથ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે કુલ આવકની દ્રષ્ટિએ દેશની સૌથી મોટી કંપની તરીકે સરકારી માલિકીની ફ્યુઅલ રિફાઇનરી કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનને પાછળ પાડી દીધી છે અને દેશની સૌથી મોટી રિફાઇનરી કંપની બની ગઈ છે.

જ્યારે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને માર્ચમાં પૂર્ણ થયેલા વર્ષમાં 6.17 ટ્રિલિયન રૂપિયા (87.9 અબજ ડોલર)નું વેચાણ કર્યું હતું, ત્યારે આ જ સમયગાળા દરમિયાન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની આવક 6.23 ટ્રિલિયન રૂપિયા હતી.

ભારતમાં ગ્રાહકોની વધી રહેલી સંખ્યા રિલાયન્સને ફળી છે, જેણે એની આવકનો આશરો ચોથો હિસ્સો ટેલીકોમ, રિટેલ અને ડિજિટલ સર્વિસીસ જેવા નવા વ્યવસાયોમાંથી મેળવી છે. આ પ્રકારનાં ક્ષેત્રોમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનાં પ્રવેશથી અંબાણીની સંપત્તિમાં વધારો થયો હતો, જેની મદદથી તેમને એશિયાનાં સૌથી ધનિક વ્યક્તિ બનવામાં મદદ મળી હતી તેમજ કંપનીનું 1.93 ટ્રિલિયન રૂપિયાનું ઋણ ઘટાડવામાં પણ સહાય મળી હતી.

ઇન્ડિયન ઓઇલની સંપૂર્ણ આવક ઓઇલ રિફાઇનિંગ, પેટ્રોકેમિકલ્સ અને ગેસ બિઝનેસમાંથી થાય છે. આ કંપની માર્ચનાં અંત સુધીમાં ટૂંકા ગાળાની અને લાંબા ગાળાની એમ કુલ 927 અબજ રૂપિયાની લોન ધરાવતી હતી.

error: Content is protected !!