રિલાયન્સનો અત્યાર સુધીનો સૌથી વધુ ત્રિમાસિક નફો રૂ. 9,459 કરોડ

મુંબઇઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા ગઈકાલે (શુક્રવારે) 30 જૂન 2018 રોજ પૂરા થતા ત્રિમાસિકગાળાની નાણાંકીય કામગીરી જાહેર કરવામાં આવી હતી. આ ઓડિટ નહિ થયેલા નાણાંકીય પરિણામો ગયા વર્ષની સરખામણીએ નીચે મુજબ છેઃ

ત્રિમાસિકગાળાની મુખ્ય કામગીરી (સંકલિતઃ અપવાદરૂપ બાબતો બાદ કરતા)

– રૂ.1,41,699 કરોડ ( 20.7 બિલિયન અમેરિકન ડોલર)ની આવક 56.5 ટકા વધી.
– રૂ. 22,449 કરોડ ( 3.3 બિલિયન અમેરિકન ડોલર)નો ઘસારા, વ્યાજ અને કર પહેલાંનો નફો (PBDIT) 52.8 ટકા વધ્યો.
– રૂ.13,726 કરોડ ( 2.0 બિલિયન અમેરિકન ડોલર)નો કર પહેલાંનો નફો ટકા 30.3 વધ્યો.
– રૂ.15,892 કરોડ ( 2.3 બિલિયન અમેરિકન ડોલર)નો રોકડ નફો 41.2 ટકા વધ્યો.
– રૂ.9,459 કરોડ ( બિલિયન અમેરિકન ડોલર)નો ચોખ્ખો નફો 17.9 ટકા વધ્યો.

સ્વતંત્ર રીતે ત્રિમાસિકગાળાની કામગીરી

– આવક 41.0 ટકા વધીને રૂ.99,318 કરોડ ( 14.5 અબજ અમેરિકન ડોલર)
– નિકાસ 41.5 ટકા વધીને રૂ.52,501 કરોડ ( 7.7 અબજ અમેરિકન ડોલર)
– ઘસારા, વ્યાજ અને કરવેરા પહેલાંનો નફો 27.5 ટકા વધીને રૂ.17,222 કરોડ ( 2.5 અબજ અમેરિકન ડોલર)
– કરવેરા પહેલાંનો નફો 16.7 ટકા વધીને રૂ.12,322 કરોડ ( 1.8 અબજ અમેરિકન ડોલર)
– રોકડ નફો 18.4 ટકા વધીને રૂ.12,586કરોડ ( 1.8 અબજ અમેરિકન ડોલર)
– ચોખ્ખો નફો 7.6 ટકા વધીને રૂ.8,820 કરોડ ( 1.3 અબજ અમેરિકન ડોલર)
– ત્રિમાસિક ગાળા માટે ગ્રોસ રિફાઇનિંગ માર્જિન (જી.આર.એમ.) બેરલ દીઠ 10.5 અમેરિકન ડોલર

નાણાંકીય વર્ષ 2019ના પ્રથમ ત્રિમાસિક ગાળાની મુખ્ય બાબતોઃ

– રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડ (આર.જે.આઇ.એલ.) એ નવા પોસ્ટપેઇડ પ્લાનનો પ્રારંભ કર્યો. જિયો પોસ્ટપેઇડે ભારતમાં આપવામાં આવતી અને ઉપભોગ કરવામાં આવતી પોસ્ટપેઇડ સેવાઓમાં ધરમૂળથી ફેરફાર કર્યો છે.

– રિલાયન્સ જિયોએ વિશ્વના પ્રથમ આર્ટીફિશ્યલ ઇન્ટેલિજન્સ (એ.આઇ.) આધારીત બ્રાન્ડ એંગેજમેન્ટ પ્લેટફોર્મ – જિયોઇન્ટરેક્ટનો પ્રારંભ કર્યો. આ પ્લેટફોર્મ પર શરૂ કરવામાં આવેલી ઘણી પ્રથમ સેવાઓમાં ભારતના લોકપ્રિય સેલિબ્રિટીઝ સાથે લાઇવ વિડિયો કોલનો સમાવેશ થાય છે.

– રિલાયન્સ જિયોએ ભારતીય બજારો માટે સ્ક્રિન્ઝ સાથે એક્સક્લુઝિવ ભાગીદારીની જાહેરાત કરી. સ્ક્રિન્ઝ મનોરંજન આધારીત આદાન-પ્રદાન માટેનું સૌથી શક્તિશાળી પ્લેટફોર્મ છે, જેનો ઉપયોગ વિશ્વના ટોચના બ્રોડકાસ્ટર્સ અને ફોર્મેટના માલિકો કરે છે. આ એક્સક્લુઝીવ ભાગીદારી સાથે, જિયો સ્ક્રિન્ઝ ભારતનું સૌથી મોટું અને મનોરંજન આધારીત રમતો પૂરી પાડતું એકમાત્ર સંકલિત પ્લેટફોર્મ બની ગયું છે.

– રિલાયન્સ અને ઓપન ટેલિકોમ સોલ્યુશન્સમાં વૈશ્વિક સ્તરે અગ્રણી રેડિસીસ કોર્પોરેશને નિશ્ચિત કરાર કર્યો છે, જે મુજબ રિલાયન્સ 1.72
અમેરિકન ડોલર પ્રતિ શેરના ભાવે રેડિસીસને ખરીદી લેશે. આ હસ્તાંતરણ જિયોના ગ્લોબલ ઇન્નોવેશન અને 5જી, આઇ.ઓ.ટી. અને ઓપન સોર્સ આર્કિટેક્ચરને અપનાવવામાં ટેકનોલોજીના અગ્રણી સ્થાનને વધારે મજબૂત બનાવશે.

– રિલાયન્સે ઇન્ડિવિડ્યુએલ લર્નિંગ પ્રા.લિ. (ઇમ્બિબ)માં બહુમતી શેરહિસ્સો ખરીદવા માટે નિશ્ચિત કરાર કર્યા. અગ્રણી એ.આઇ.-આધારીત
પ્લેટફોર્મ ઇમ્બિબ ડેટા એનાલિટીક્સનો ઉપયોગ કરીને દરેક વિદ્યાર્થીને વ્યક્તિગત રીતે શિક્ષણના પરિણામો આપે છે.

– રિલાયન્સ જિયો અને કર્મચારીઓને અપાતા લાભમાં અગ્રણી સોડેક્સોએ ભારતના ડિજીટલ પરિવર્તનને વેગ આપવા માટે ભાગીદારીની
જાહેરાત કરી. આ ભાગીદારીથી દેશભરમાં રહેલા હજારો સોડેક્સો મર્ચન્ટ્સ જેમ કે કરીયાણાના વેપારીઓ, રેસ્ટોરન્ટ અને કાફે સોડેક્સોથી
ડિજીટલ રીતે નાણાં મેળવી શકશે.

– રિલાયન્સ જિયોએ 7 વર્ષની બુલેટ પાકતી મુદત સાથેની 53.5 અબજ જાપાનીઝ યેનની સમુરાઇ ટર્મ લોન મેળવવા કરાર કર્યા. આ કરારમાં રિલાયન્સે જામીન આપ્યા છે અને ભંડોળનો ઉપયોગ રિલાયન્સ જિયોના વર્તમાનમાં ચાલી રહેલા મૂડી વિસ્તરણ માટે કરવામાં આવશે.

– રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડ (આર.જે.આઈ.એલ.)એ કોરીયા ટ્રેડ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન (કે-શ્યોર) દ્વારા કવર કરાયેલી 1 અબજ
અમેરિકન ડોલરના મૂલ્યની ટર્મલોન ફેસીલિટી માટે હસ્તાક્ષર કર્યા. આ ફેસીલિટીનો ઉપયોગ, ખાસ કરીને સેમસંગ ઇલેક્ટ્રોનિક્સ અને એસ ટેકનલોજીસ કોર્પ પાસેથી માલ-સામાન અને સેવાઓની ખરીદી માટે કરવામાં આવશે. આ ફેસીલિટીનો ડોર-ટુ-ડોર સમયગાળો 10.75 વર્ષનો રહેશે. આ ફેસીલિટી કે-શ્યોરનો ભારતમાં સૌથી મોટો સોદો હોવા ઉપરાંત વૈશ્વિક ટેલિકોમ ક્ષેત્રમાં કે-શ્યોર દ્વારા સહાય આપવામાં આવતો સૌથી મોટો સોદો છે. આ વ્યવહાર છેલ્લાં પાંચ વર્ષમાં રિલાયન્સ ગ્રૂપ દ્વારા કે-શ્યોર કવરેજ મેળવવામાં કરાયેલો ચોથો સોદો છે અને છેલ્લા ત્રણ વર્ષમાં આર.જે.આઇ.એલ. દ્વારા કે-શ્યોર કવરેજ મેળવવા કરાયેલો બીજો સોદો છે.

– રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સહયોગી કંપની રિલાયન્સ બ્રાન્ડ્સ લિમિટેડે રિયા રિટેલ પ્રા.લિ.માં 100 ટકા હિસ્સો ખરીદ્યો. રિયા ભારતમાં સગર્ભા માતાઓ અને બાળકો માટેના સામાનના વેચાણના વ્યવસાયમાં પ્રવૃત્ત છે.

– રિલાયન્સ અને બી.પી.એ કે.જી. ડી-6 બેસીનમાં સેટેલાઇટ ક્લસ્ટરની મંજૂરીની જાહેરાત કરી. બંને કંપનીઓ શ્રેણીબધ્ધ સંકલિત પ્રોજેક્ટના ભાગરૂપે સંશોધન કરાયેલા ડીપ-વોટર ગેસ ફિલ્ડમાં બ્લોકને વિકસાવવા આગળ વધી રહી છે, જેનાથી ભારતમાં ગેસ ઉત્પાદનમાં ઉમેરો થશે.

પરિણામો અંગે ટિપ્પણી કરતાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મૂકેશ ડી. અંબાણીએ કહ્યું હતું કે, “અમે અમારા વ્યવસાયિક પોર્ટફોલિયોમાં પરિચાલનની શ્રેષ્ઠતાના માધ્યમથી સુદૃઢ પરિણામો આપવા માટે ધ્યાન કેન્દ્રીત કરવાનું ચાલુ રાખ્યું છે. નાણાકીય વર્ષ19ના પ્રથમ ત્રિમાસિક ગાળાના નાણાકીય પરિણામો પેટ્રોરસાયણની તાકાતને દર્શાવે છે, જેને અમે છેલ્લા રોકાણ ચક્રથી વધારે મજબૂત બનાવ્યું છે. અમારા પેટ્રોરસાયણ વ્યવસાયે મજબૂત વોલ્યુમ અને પોલિયેસ્ટર શ્રૃંખલામાં માર્જિનમાં વધારા સાથે વિક્રમજનક વ્યાજ, કરવેરા અને ઘસારા પહેલાંની આવક (ઇબિટ્ડા) પેદા કરી. ક્રેક્સમાં ઋતુગત નબળાઈ રહેવા છતાં રિફાઇનિંગ વ્યવસાયની કામગીરી સ્થિર રહી. ઓઇલ ઉત્પાદનોની વૈશ્વિક માગમાં સતત મજબૂતાઈ અને દરીયાઇ ઇંધણો માટેના આકરા પર્યાવરણીય નિયમોના અમલીકરણની સારી અસર અમારા રિફાઇનિંગ વ્યવસાય પર જોવા મળી.

અમારા કન્ઝ્યુમર વ્યવસાયોએ નવી ઊંચાઈ મેળવી અને હવે સંકલિત વિભાગીય ઇબિટ્ડામાં લગભગ 21 ટકા હિસ્સો ધરાવે છે. રીટેલ વ્યવસાયની આવક હવે બમણાંથી પણ વધી છે અને વાર્ષિક ધોરણે ઇબિટ્ડા લગભગ ત્રણ ગણો થયો છે. જિયોએ ગ્રાહકોમાં વિક્રમજનક ઉમેરો કર્યો છે, જે અન્ય નેટવર્કની સરખામણીએ ટેકનોલોજીના સ્વીકાર અને મૂલ્યના પ્રમાણને દર્શાવે છે. અમારા કસ્ટમર બિઝનેસ પ્લેટફોર્મનું કદ અમારા ગ્રાહકો, દેશ અને શેરધારકો માટે અભૂતપૂર્વ મૂલ્ય સર્જન કરી રહ્યું છે.”

error: Content is protected !!