આરઆઇએલએ સૌથી વધુ ત્રિમાસિક નફો, રિલાયન્સ જીઓએ પ્રથમ વખત નફો કર્યો

મુંબઈ: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા આજે (19 જાન્યુઆરી,2018) 31 ડિસેમ્બર 2017ના રોજ પૂરા થતા ત્રિમાસિક ગાળાની નાણાંકીય કામગીરી જાહેર કરવામાં આવી હતી.

સંકલિત ધોરણે ત્રિમાસિક ગાળાની કામગીરીઃ

– ટર્નઓવર 30.5 ટકા વધીને રૂ. 109,905 કરોડ ($17.2 બિલિયન)
– ઘસારા, વ્યાજ અને કર પહેલાંનો નફો 39.4 ટકા વધીને રૂ. 19,845 કરોડ ($3.1 બિલિયન)
– કર પહેલાંનો નફો 29.1 ટકા વધીને રૂ. 13,220 કરોડ ($2.1 બિલિયન)
– રોકડ નફો 42.6 ટકાના વધારા સાથે રૂ. 15,116 કરોડ ($2.4 બિલિયન)
– ચોખ્ખો નફો 25.1 ટકાના વધારા સાથે રૂ. 9,423 કરોડ ($1.5 બિલિયન)

સ્ટેન્ડઅલોન ધોરણે ત્રિમાસિક ગાળાની કામગીરી:

– ટર્નઓવર 18.4 ટકાના વધારા સાથે રૂ. 78,864 કરોડ ($12.3 બિલિયન)
– નિકાસ 21.3 ટકા વધીને રૂ. 46,151 કરોડ ($ 7.2 બિલિયન)
– ઘસારા, વ્યાજ અને કર પહેલાંનો નફો 12.8 ટકા વધીને રૂ. 15,368 કરોડ ($2.4 બિલિયન)
– કર પહેલાંનો નફો 11.1 ટકા વધીને રૂ. 11,799 કરોડ ($1.8 બિલિયન)
– રોકડ નફો 14.9 ટકા વધીને રૂ. 11,918 કરોડ ($1.9 બિલિયન)
– ચોખ્ખો નફો 5.4 ટકા વધીને રૂ. 8,454 કરોડ ($1.3 બિલિયન)
– ત્રિમાસિક ગાળામાં ગ્રોસ રિફાઇનિંગ માર્જિન (જી.આર.એમ) બેરલ દીઠ $11.6 રહ્યું

નાણાંકીય વર્ષ 2018ના ત્રીજા ત્રિમાસિક ગાળાની મુખ્ય કામગીરીઃ

– રિલાયન્સે જામનગરમાં ડાઉનસ્ટ્રીમ પ્લાન્ટો અને એકમો સાથેની વાર્ષિક 1.5 મિલિયન મેટ્રીક ટન ક્ષમતા ધરાવતું વિશ્વનું સૌથી પ્રથમ અને મોટું રીફાઇનરી ઑફ-ગેસ ક્રેકર (આર.ઓ.જી.સી.) સંકુલ કાર્યરત કર્યુ.
– રિલાયન્સે નિયમ 144એ/રેગ્યુલેશન એસ હેઠળ 800 મિલિયન અમેરિકન ડોલરની 2027માં પાકતી મુદતની વરિષ્ઠ અનસિક્યોર્ડ નોટ્સ જારી કરી. ભારતીય કંપની દ્વારા 10 વર્ષ માટેના બોન્ડમાં અત્યાર સુધીના સૌથી ઓછા કૂપન રેટ મેળવાયા.
– રિલાયન્સ જિયો ઇન્ફોકૉમ લિમિટેડે રિલાયન્સ કમ્પ્યુનિકેશન્સ લિમિટેડ (આરકોમ) અને તેની સહયોગી કંપનીઓની ચોક્કસ અસ્કયામતો ખરીદવા માટે કરાર કર્યા.
– રિલાયન્સે કેરીઝો ઓઇલ એન્ડ ગેસ દ્વારા સંચાલિત કેટલીક અપસ્ટ્રીમ અસ્કયામતો કેલનીન વેન્ચર્સ સાથે સંકળાયેલા બી.કે.વી. ચેલ્સી
એલ.એલ.સી.ને વેચવાનો સોદો પૂર્ણ કર્યો.

પરિણામો વિષે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન તથા મેનેજિંગ ડાઇરેક્ટર મૂકેશ અંબાણીએ કહ્યું હતું કે, “જાન્યુઆરી 1978માં થયેલા રિલાયન્સના લિસ્ટીંગની 40મી વર્ષગાંઠે વિક્રમજનક સંકલિત ત્રિમાસિક આવકની જાહેરાત કરતાં હું ખૂબ ખુશ છું. યોગ્ય રીતે જ, આ ત્રિમાસિકગાળો અમારા પેટ્રોરસાયણ વિસ્તરણ પરિયોજનાઓની પરાકાષ્ઠા અને અમારા સૌથી નવા વ્યવસાય ડીજીટલ સર્વિસીસ તરફથી મેળવાયેલા પ્રથમ વખતના સકારાત્મક નફાને દર્શાવે છે. અમારા રિફાઇનિંગ વ્યવસાયે સતત 12 ત્રિમાસિક ગાળા માટે બે અંકોમાં રિફાઇનિંગ માર્જિન દર્શાવ્યું છે, જે પરિચાલનની શ્રેષ્ઠતા અને વ્યવસાયના મજબૂત ફંડામેન્ટલ્સને દર્શાવે છે. પેટ્રોરસાયણ વ્યવસાયમાં મોટા રોકાણના પરિણામો આ સેગમેન્ટ દ્વારા દર્શાવવામાં આવેલી અત્યાર સુધીના સૌથી વધારે આવકમાં દેખાવવા લાગ્યા છે. હું અમારા તમામ ગ્રાહકોનો આભાર માનું છું, જેઓ ભારતને વૈશ્વિક ડીજીટલ પાવરહાઉસ બનાવવાની ક્રાંતિમાં અમારા ભાગીદાર બન્યા છે. મજબૂત પ્રદર્શન માટે હું અમારા તમામ કર્મચારીઓ અને ભાગીદારોનો આભાર માનું છું. અમારી પ્રતિબધ્ધતા ગ્રાહકોના જીવનમાં ધરમૂળથી પરિવર્તન લાવે અને ખૂબ જ મોટા પ્રમાણમાં સામાજિક મૂલ્યોનું સર્જન કરે તેવાં નવીનતમ ઉત્પાદનો લાવતા રહેવાની છે.
જિયોના મજબૂત નાણાંકીય પરિણામો વ્યવસાયની ફંડામેન્ટલ મજબૂતી, મહત્વપૂર્ણ કાર્યક્ષમતા અને યોગ્ય વ્યૂહાત્મક પહેલને દર્શાવે છે. જિયોએ દર્શાવ્યું છે કે અમે તેના મજબૂત નાણાંકીય પ્રદર્શનને ટકાવી શકીએ તેમ છીએ. ભારતીય બજારોની મજબૂત વૃધ્ધિ અને રચનાત્મક મેક્રો વાતાવરણને કારણે અમે ઊર્જા અને કન્ઝ્યુમર એમ અમારા બન્ને વ્યવસાયોના ઉજળા ભવિષ્ય અંગે અમે ઉત્તેજિત છીએ.”

વાણિજ્યિક કામગીરીનાં બીજા ત્રિમાસિક ગાળામાં સકારાત્મક ચોખ્ખો નફો

સબસ્ક્રાઇબર આધાર ઝડપથી વધીને 160.1 મિલિયન થયો, ત્રિમાસિક ગાળા દરમિયાન કુલ વધારો 27.8 મિલિયનનો થયો,
વિશ્વનું સૌથી વધુ ઝડપથી વિકસતું ડિજિટલ સર્વિસ પ્લેટફોર્મ, ત્રિમાસિક ગાળામાં ડેટાનાં વપરાશનો 431 કરોડ જીબીનો વિક્રમ, ડેટા વપરાશમાં અગાઉનાં ત્રિમાસિક ગાળાની સરખામણીમાં 14 ટકાની વૃદ્ધિ , વિશ્વમાં અતિ વાજબી ખર્ચે ડિજિટલ સેવા પ્રદાન કરતું પ્લેટફોર્મ

ત્રિમાસિક ગાળાની કામગીરીની મુખ્ય બાબતો (સ્વતંત્ર ધોરણે)
(` Crore)                                       3Q FY18                                    2Q FY18                            Growth   (3Q FY18 over 2Q FY18)

Value of Services                           8,114                                          7,197                                                     12.7%
Operating revenue                        6,879                                         6,147                                                     11.9%
EBITDA                                           2,628                                         1,443                                                    82.1%
EBITDA Margin (%)                    38.2%                                         23.5%                                                     —
EBIT                                                1,436                                            260                                                    453.1%
Net Profit                                         504                                            (271)                                                      —

– કામગીરીમાંથી સ્વતંત્ર ધોરણે આવક રૂ.6,879 કરોડ (અગાઉનાં ક્વાર્ટરની સરખામણીમાં 11.9 ટકા)
– સ્વતંત્ર ધોરણે ઇબીઆઇટીડીએ રૂ.2,628 કરોડ (અગાઉનાં ત્રિમાસિક ગાળા કરતાં 82.1 ટકા વધારે) અને ઇબીઆઇટીડીએ માર્જિન 38.2
ટકા (અગાઉનાં ત્રિમાસિક ગાળામાં 23.5 ટકા)
– સ્વતંત્ર ધોરણે ચોખ્ખો નફો રૂ.504 કરોડ
– 31 ડિસેમ્બર, 2017નાં રોજ સબસ્ક્રાઇબરની સંખ્યા 160.1 મિલિયન
– કુલ સબસ્ક્રાઇબરમાં વધારો 27.8 મિલિયન; સબસ્ક્રાઇબરમાં ચોખ્ખો વધારો 21.5 મિલિયન
– સબસ્ક્રાઇબરદીઠ મહિનાદીઠ એઆરપીયુ રૂ.154
– 431 કરોડનો કુલ વાયરલેસ ડેટા ટ્રાફિક (સબસ્ક્રાઇબરદીઠ મહિનાદીઠ 9.6 જીબી)
– કુલ વોઇસ ટ્રાફિક 31,113 કરોડ મિનિટ
– વીડિયો વપરાશ નેટવર્ક પર દર મહિને 200 કરોડ કલાકથી વધારે (દર મહિને સબસ્ક્રાઇબરદીઠ 13.4 કલાક વીડિયો વપરાશ)

– સેવાઓનું સંગઠિત મૂલ્ય રૂ.8,136 કરોડ (અગાઉનાં ત્રિમાસિક ગાળા કરતાં 12.8 ટકા) અને સંગઠિત ઇબીઆઇટી રૂ.1,441 કરોડ
(અગાઉનાં ત્રિમાસિક ગાળા કરતાં 452.1 ટકા)

મૂકેશ અંબાણીએ પરિણામો પર ટિપ્પણી કરતાં કહ્યું હતું કેઃ “હું આ ક્રાંતિમાં અમારી સાથે જોડાવા બદલ અમારાં તમામ ગ્રાહકોનો આભાર માનું છું, જેમણે ભારતને વૈશ્વિક ડિજિટલ પાવરહાઉસ બનાવી દીધું છે. હું મજબૂત કામગીરી બદલ અમારાં તમામ કર્મચારીઓ અને પાર્ટનર્સને અભિનંદન આપું છું. અમારી પ્રતિબદ્ધતા નવીન ઉત્પાદનો પ્રસ્તુત કરવાની છે, જે ગ્રાહકોનાં જીવનમાં મોટું પરિવર્તન કરશે અને મોટું સામાજિક મૂલ્ય પેદા કરે છે.

જિયોનું મજબૂત નાણાકીય પરિણામ વ્યવસાયની મજબૂત તાકાત, નોંધપાત્ર કાર્યદક્ષતા અને યોગ્ય વ્યૂહાત્મક પહેલોનાં પ્રતિબિંબનું પરિણામ છે. જિયોએ દર્શાવ્યું છે કે, તે તેની મજબૂત નાણાકીય કામગીરી જાળવી શકે છે.”

error: Content is protected !!