ભાવનગરથી અધેલાઈ સુધીના રોડને બનાવાશે ફોર-ટ્રેક, ખાતમુર્હતમાં ઉપરાષ્ટ્રપતિ રહેશે હાજર

ભાવનગર: ભાવનગરથી અધેલાઈ સુધીનાં 33 કિલોમીટર લાંબા રોડને ફોર-ટ્રેક બનાવવામાં આવશે. આગામી 12 ઓગષ્ટનાં રોજ તેના ખાતમુર્હતમાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈંયા નાયડુ હાજર રહેશે. આજે (રવિવારે) ભાવનગરમાં પત્રકાર પરિષદ યોજી કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવિયા અને પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ આ અંગેની માહિતી આપી હતી. નારીથી અધેલાઈ સુધીનો રોડ 800 કરોડનાં ખર્ચે આરસીસીવાળો  બનાવવાની યોજના. આ ઉપરાંત ભાવનગરમાં આગામી દિવસોમાં એક પ્લાસ્ટિક પાર્ક પણ બનાવવામાં આવશે, જે અંગેની માહિતી મંડાવિયાએ આપી હતી. નોંધનીય છે કે, આ રોડને   અકસ્માત ઝોન તરીકે ઓળખવામાં આવે છે.

error: Content is protected !!