સુરતના મુસ્લિમ વિસ્તારમાં ‘અહેમદ પટેલને વઝીર-એ-આલમ બનાવો’ના પોસ્ટરો લાગ્યા

સુરત, દેશગુજરાત: ગુરુવારે સવારે સુરતના ઉધના દરવાજા વિસ્તારની મસ્જિદની બહાર મુસ્લિમ સમુદાયને સમજાવતા પોસ્ટરો જોવા મળ્યા હતા.  પોસ્ટરમાં રાહુલ ગાંધી ઉપરાંત, સોનિયા ગાંધીના નજીકના ગણાતા અને રાજ્ય સભાના સાંસદ અહમદ પટેલની તસવીર જોવા મળે છે.

આ પોસ્ટરમાં લખાયેલું લખાણ આ પ્રમાણે છે, “મુસ્લિમ એકતાને જાળવી રાખવા માટે અને અહેમદ પટેલને ગુજરાતના ‘વઝીર-એ-આલમ’ બનાવવા માટે મુસ્લિમ સમુદાય ફક્ત કોંગ્રેસ પાર્ટીને જ વોટ આપે”

પોસ્ટર એક વિશાળ સંકેત આપે છે કે, અહમદ પટેલ પાર્ટીના ગુજરાતના મુખ્યમંત્રી પદના ઉમેદવાર બની શકે છે.

આ અંગે પ્રતિક્રિયા આપતા અહેમદ પટેલે કહ્યું હતું કે, ભાજપ દ્વારા ખોટી માહિતીનું આ અભિયાન છે, હવે તેઓ જાણે છે કે તેઓ હારી જશે. હું ક્યારેય મુખ્યમંત્રી તરીકે ઉમેદવાર ન હતો અને હું ક્યારેય બનીશ પણ નહીં.

ટ્વીટર પર,

રાજ્યમાં શનિવારે પ્રથમ તબક્કાનું મતદાન યોજાશે અને તે પછી ફરીથી 14 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન યોજાશે. મતોની ગણતરી 18 ડિસેમ્બરે હાથ ધરાશે.

error: Content is protected !!