આરએસએસના ચીફ મોહન ભાગવત આગામી સપ્તાહે ગુજરાતની મુલાકાતે

ગાંધીનગર, દેશગુજરાત: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના ચીફ  મોહનરાવ ભાગવત 10 એપ્રિલે ગુજરાતની મુલાકાતે આવશે.

ભાગવત અમદાવાદમાં એસજી હાઇવે નજીક પંડિત દીનદયાલ સભાગૃહમાં યોજાનારા એક કાર્યક્રમમાં સ્વાતંત્ર્ય સેનાની સરદારસિંહ રાણા (એસ.આર. રાણા) ને સમર્પિત વેબસાઇટ લોંચ કરશે.

ભાવનગરના પૂર્વ સાંસદ અને ગુજરાત ભાજપના પૂર્વ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા શ્રી ક્રાંતિવીર સરદારસિંહ રાણા સેવા ટ્રસ્ટના બેનર હેઠળ આયોજિત આ કાર્યક્રમના યજમાન છે.

ગવર્નર ઓમ પ્રકાશ કોહલી આ પ્રસંગે ઉપસ્થિત રહેશે.

error: Content is protected !!