ઉત્તરપ્રદેશમાં આરએસએસના કાર્યકર્તા અને સ્થાનિક પત્રકારની હત્યા

ગાજીપુર, દેશગુજરાત: ગાજીપુરના કરંદા ગામમાં  આરએસએસના કાર્યકર્તા અને સ્થાનિક પત્રકાર રાજેશ મિશ્રા અને તેમના ભાઈ અમિતેશ મિશ્રા દુકાનમાં હતા તે દરમિયાન બાઈક પર આવેલા 3 હુમલાખોરોએ બંનેને ગોળીમારીને નાસી છૂટ્યા હતા. તાત્કાલિક સારવાર અર્થે બંનેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલ પર પહોંચે તે પહેલા જ રાજેશ મિશ્રાનું મોત નીપજ્યું હતું. અમિતેશની સ્થિતિ ગંભીર હોવાથી હાલ તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

ઘટનાને કારણે કરંડામાં કોતવાલી વિસ્તારથી લઈને મિશ્રબજાર સુધીની તમામ દુકાનો બંધ થઇ ગઈ હતી. દુકાનદારોએ વિરોધ નોંધાવતા ગ્રામીણ લોકો અને દુકાનદારો વચ્ચે મારામારી પણ થઇ ગઈ હતી. ઘટનાની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો. પોલીસે કહ્યું હતું કે, ગુનેગારોને ટૂંક સમયમાં જ ઝડપી પાડવામાં આવશે.

error: Content is protected !!