રૂપાણીએ દિવાળી સુધી ખેડૂતો માટે 10 કલાક વીજળીની જાહેરાત કરી, વડાપ્રધાનની આગામી ગુજરાત મુલાકાતની વિગતો જાહેર કરી

જુનાગઢ, દેશગુજરાત: મુખ્યમંત્રી વિજય રૂપાણી  જુનાગઢ જિલ્લાના માંગરોળ  વિધાનસભા બેઠક વિસ્તારમાં  જાહેર સભા સંબોધતા કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગામી 7 અને 8 ઓક્ટોબરે બે દિવસની ગુજરાત મુલાકાતમાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, ગાંધીનગર અને મધ્ય ગુજરાતના વિસ્તારોને આવરી લેવાશે.

રૂપાણીએ કહ્યું કે, વડાપ્રધાન મોદી રાજકોટના નવા આંતરરાષ્ટ્રીય હવાઈમથક પ્રોજેક્ટ અને ઓખા બંદરથી બેટ દ્વારકા સુધીના સમુદ્ર બ્રિજનું ખાતમુર્હુત કરશે.

વડાપ્રધાન આઇઆઇટી ગાંધીનગર કેમ્પસનું અને વડનગરમાં મેડીકલ કૉલેજનું ઉદ્દઘાટન કરશે. તેઓ મધ્ય ગુજરાતના ભરૂચ જિલ્લાના ભાડભૂત બૅરેજ પ્રોજેક્ટનું પણ ખાતમુર્હુત કરશે.

રૂપાણીએ વધુમાં કહ્યું કે, માત્ર દોઢ દિવસમાં વડાપ્રધાન રૂ. 9,000 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે.

રૂપાણીએ વધુમાં કહ્યું કે, કોંગ્રેસે આવું કોઈ કાર્ય કર્યું નથી અને તેથી તે વિકાસની મજાક ઉડાવે છે. કોંગ્રેસ માટે વિકાસ મજાકની બાબત છે અને અમારા(ભાજપ) માટે વિકાસ એક મિજાજ છે.

રૂપાણીએ ખેડૂતોના ઉભા પાકને પાણી આપવા માટે દિવાળી સુધી 8 કલાકના બદલે 10 કલાક સુધી વીજળી પૂરી પડવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, સરકાર માત્ર ખેડૂતો પાસેથી મગફળીની ખરીદી કરશે એટલું જ નહીં પરંતુ ટેકાના ભાવ કરતા કપાસના ભાવ નીચે જશે તો કપાસની પણ ખરીદી કરશે.

 

error: Content is protected !!