રાજકોટના પૂર્વ રાજવી અને પૂર્વમંત્રી મનોહરસિંહ જાડેજાનું નિધન, પાર્થિવ દેહને પુષ્પાંજલી અર્પી મુખ્યમંત્રી રૂપાણીએ પાઠવી શ્રદ્ધાંજલિ

રાજકોટ : રાજકોટના પૂર્વ રાજવી અને રાજ્યના પૂર્વ નાણાં , આરોગ્ય અને નાગરિક પુરવઠા મંત્રી સ્વ.મનોહરસિંહ જાડેજા નિધનના સમાચાર મળતા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે (શુક્રવાર) રાજકોટઆવ્યા હતા. રાજકોટના રામનાથપરા મુક્તિધામમાં સ્વ.
મનોહરસિંહ જાડેજાના પાર્થિવ દેહને મુખ્યમંત્રીએ પુષ્પાંજલી દ્વારા શોકાંજલી અર્પી હતી. આ આગાઉ મુખ્યમંત્રી અને બંન્નને મંત્રીઓ અંતિમ યાત્રામાં પણ જોડાયા હતા. આ દુ:ખદ પ્રસંગે રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પણ સ્વર્ગસ્થના પાર્થિવદેહને પુષ્પાંજલી અર્પી હતી. મુખ્યમંત્રીએ સ્વ. મનોહરસિંહ જાડેજાના પુત્ર માંધાતાસિંહ અને પરિવારજનોને દિલસોજી પાઠવીને દુઃખમાં સહભાગી થયા હતા.

Image may contain: 3 people

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ તકે શ્રધ્ધાંજલી અર્પતા જણાવ્યું હતું કે સ્વ. મનોહરસિંહ જાડેજા રાજકોટના રાજવી પરિવારના સભ્ય અને રાજયના પુર્વ મંત્રી હતા. તેમના દુઃખદ અવસાનથી રાજકોટે એક જુની પેઢીના નેતા ગુમાવેલ છે. તેઓ જાહેર જીવનમાં ૧૯૬૨થી સક્રિય હતા અને ગુજરાત વિધાનસભામાં રાજકોટનું પ્રતિનિધીત્વ કર્યું હતું. તેઓ એક બેસ્ટ પાર્લામેન્ટરીયન સહિત એક ઉમદા માનવી તરીકેની છાપ ધરાવતા હતા. રાજકોટે એક મોટાકદના નેતા ગુમાવેલ છે અને રાજકોટ તેમને કદી ભૂલશે નહીં. સ્વ. મનોહરસિંહ જાડેજા સહિતના રાજકોટના જુનિ પેઢીના વિવિધ નેતાઓએ નવી પેઢીને જાહેરજીવનના ઉમદા મૂલ્યોની પ્રેરણા આપેલ છે. ઇશ્વર સદગતના આત્માને શાંતી આપે અને તેમના પરિવાર પર આવી પડેલ દુઃખને સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના છે.

Image may contain: 4 people, crowd and outdoor

આ પ્રસંગે મેયરમતી બીનાબેન આચાર્ય, સાંસદ મોહન કુંડારીયા, ધારાસભ્યો ગોવીંદ પટેલ અને  અરવીંદ રૈયાણી, પ્રદેશ ભાજપ અગ્રણી નિતિન ભારદ્વાજ, ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીઅને અગ્રણી રાજુ ધ્રુવ કમલેશ મિરાણી સહિત વિશાળ સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

Image may contain: 6 people, people smiling, people standing and outdoor

error: Content is protected !!