સાબરમતી રિવરફ્રન્ટ અઠવાડિયું બંધ રહી શકે છે, નદીના પાણીમાં કોબ્રા સહિત 100 સાપ તણાઈ આવ્યા

 

 

અમદાવાદ, દેશગુજરાત: ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ધરોઈ ડેમની સપાટીમાં વધારો નોંધાયો હતો. આ સાથે જ તકેદારીના ભાગરૂપે ધરોઈ ડેમમાંથી અંદાજે 1 લાખથી વધુ ક્યુસેક પાણી છોડવામાં આવતા સાબરમતીમાં પૂર આવ્યું હતું. નદીની સપાટીમાં વધારો થતાં રિવરફ્રન્ટના વોક-વે સુધી પાણી ફરી વળ્યા હતા. સલામતીને ધ્યાને લઈને તંત્ર દ્વારા જાહેરજનતા માટે રિવરફ્રન્ટ વોકવેને સાફસફાઇ માટે અઠવાડિયું અને ગાર્ડનને 4 દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, સાબરમતીમાં આવેલા નવા નીરને નિહાળવા માટે શહેરજનો મોટી સંખ્યામાં રિવરફ્રન્ટ પર ઉમટી પડ્યા હતા.

ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા સાબરમતીમાં નવા નીરની સાથે કેટલાક સાપ પણ તણાઈ આવ્યા હતા. રિવરફ્રન્ટ વોકવે પર અંદાજે 100 સાપ નીકળ્યા હતા. જેમાંથી 1 કોબ્રા અને 4 ધામણને વન વિભાગે રેસ્ક્યુ કર્યા હતા.

Snake

error: Content is protected !!