સૈફ અલી ખાને કચ્છના માંડવીમાં કર્યું ‘સેક્રેડ ગેમ્સ સીઝન 2’નું શૂટિંગ

કચ્છ : કચ્છ જિલ્લાના માંડવીમાં નેટફ્લિક્સની ‘સેક્રેડ ગેમ્સ સીઝન 2’નું શૂટિંગ ચાલી રહ્યું છે. આ સિરીઝના શૂટિંગ માટે બૉલીવુડ અભિનેતા સૈફ અલી ખાન  કચ્છના માંડવીમાં આવ્યા હતા. સૈફ આ સીરીઝમાં એક શીખનું પાત્ર નિભાવી રહ્યા છે. પોલીસ ઑફિસર સરતાજ સિંહની ભૂમિકા નિભાવી રહેલા સૈફ અલી ખાન પાઘડીવાળા ગેટ અપમાં જોવા મળ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, નેટફ્લિક્સ પર ‘સેક્રેડ ગેમ્સ સીઝન 2’ ઘણી જોવાઈ રહી છે. આ દરમિયાન આ સિરીઝનું શૂટિંગ માટે કચ્છના મંડાવીમાં પહોંચેલી ટીમે આકર્ષણ જમાવ્યું હતું. સૈફ અલી ખાન સાથે અહીં સેક્રેડ ગેમ્સની ક્રૂ કોઈ એક્શન સિક્વન્સનું શૂટિંગ કરી રહી હતું। જેને લઈને આસપાસના વિસ્તારોમાં રહેતા સ્થાનિકો આ આ શૂટિંગ જોવા માટે ઉમટી પડ્યા હતા.

Bollywood Actor Saif ali khan shooting of sacred games at mandvi kutch

નેટફ્લિક્સ પર સૈફ અલી ખાન, નવાઝુદ્દીન સિદિકીની વેબ સીરિઝ સેક્રેડ ગેમ્સની પહેલી સીઝન સુપરહિટ રહી છે. સપ્ટેમ્બરમાં નેટફ્લિક્સ ઇન્ડિયાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર સેક્રેડ ગેમ્સની બીજી સીઝનનું ટીઝર મૂક્યું હતું. સેક્રેડ ગેમ્સની બીજી સીઝન પણ સસ્પેન્સથી ભરેલી હશે.

error: Content is protected !!