સલમાન અને શિલ્પા સામે લાગ્યો વાલ્મીકી સમાજ અંગે ટિપ્પણી કરવાનો આરોપ, નોંધાઈ ફરિયાદ

નવી દિલ્હી: વાલ્મિકી સમાજ  અંગે ટિપ્પણી કરી હોવાના આરોપ સાથે બોલીવુડ અભિનેતા સલમાન ખાન અને અભિનેત્રી શિલ્પા શેટ્ટી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ કેસમાં નેશનલ કમિશન ફોર શેડ્યૂલ ટ્રાઈબે નોટીસ જાહેર કરીને ઈન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ મિનિસ્ટ્રી અને દિલ્હી-મુંબઈના પોલીસ કમિશનર્સ પાસેથી 7 દિવસમાં જવાબ માગ્યો છે. ઉલ્લેખનીય છે કે, ‘ટાઈગર જિંદા હે’ ફિલ્મના પ્રમોશન માટે એક ટીવી શોમાં પહોંચેલા સલમાન ખાને શોની હોસ્ટ શિલ્પા સાથે મળીને જાતિસૂચક શબ્દનો ઉપયોગ કર્યો હતો, જેનો વિડીયો ઈન્ટરનેટ પર વાયરલ પણ થયો હતો.

આ કેસમાં અખિલ ભારતીય વાલ્મિકી સમાજ સામે કરવામાં આવતા અત્યાચાર મામલે રાજસ્થાનના પાલીમાં ફરિયાદ નોંધાવામાં આવી છે.  તેમણે ફરિયાદમાં લખાવ્યું છે કે, હાલમાં પ્રસ્તુત થયેલી ટિપ્પણી દ્વારા વાલ્મિકી સમાજની લાગણીઓને ઠેસ પહોંચાડવામાં આવી છે.  ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, શિલ્પા શેટ્ટીએ એક ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં પણ આ ટિપ્પણીનું પુનરાવર્તન કર્યું હતું. નોંધનીય છે કે, આ અંગે શિલ્પા અને સલમાન સામે વાલ્મિકી સમાજ એક્શન કમિટીના દિલ્હી અધ્યક્ષે પણ પશ્ચિમ દિલ્હીના ડીસીપી સામે ફરિયાદી પત્ર લખ્યો છે.

error: Content is protected !!