કાળિયાર શિકાર કેસ: સલમાન ખાનને 5 વર્ષની સજા

જોધપુર: છેલ્લા 20 વર્ષથી સલમાન ખાન ઉપર રાજસ્થાનના જોધપુર કોર્ટમાં કાળિયારના શિકાર મામલે કેસ ચાલી રહ્યો હતો. જેમાં કોર્ટે આજે (ગુરુવારે) સલમાન ખાનને દોષિત જાહેર કરી 5 વર્ષની સજા સંભળાવી છે. જ્યારે અન્ય 4 કલાકરોને  નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.

સલમાનને જોધપુર સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવ્યો હતો. તેમના વકીલે કહ્યું કે, તેમને એક રાત જ જેલમાં રહેવું પડશે. કારણ કે, આવતીકાલે (શુક્રવારે) જ તેની જામીન અરજી અંગે સુનાવણી હાથ ધરવામાં આવશે.

‘ફિલ્મ હમ સાથ સાથ હૈ’ના શૂટિંગ  દરમિયાન સલમાન ખાને રાજસ્થાનમાં કાળિયારનો શિકાર કર્યો હતો. જેને લઈને તેની સામે છેલ્લા 20 વર્ષથી કેસ ચાલી રહ્યો હતો. આ સાથે જ તેમની સાથે હાજર રહેલા અભિનેતા સેફ અલી ખાન તેમજ  અભિનેત્રી સોનાલી બેન્દ્રે, તબ્બુ અને નિલમ ઉપર પણ સલમાન ખાનને કાળિયારના શિકાર માટે ઉકસાવવા બદલ કાર્યવાહી થઈ હતી. જોકે, આ તમામને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે.

નોંધનીય છે કે, સલમાન ખાન ઉપર વન્યજીવ સંરક્ષણ કાયદા હેઠળ કલમ 51 અને તેમજ આઈપીસીની કલમ 149 હેઠળ આરોપ લગાવવામાં આવ્યા હતો.

error: Content is protected !!