સલમાન ખાને ફિલ્મના પ્રમોશન દરમિયાન જાતિસૂચક શબ્દો વાપરતા ગુજરાતમાં થયા વિરોધ પ્રદર્શન

અરવલ્લી: ફિલ્મ પદ્માવતીને લઈને ગુજરાતમાં ઉઠેલા ભારે વિવાદ બાદ ફિલ્મની રીલીઝ પર પ્રતિબંધ લાગ્યો હતો. બીજી તરફ હવે બોલિવૂડ અભિનેતા સલમાન ખાનના એક નિવેદનને લઈને નવો વિવાદ સર્જાયો છે. તેની આગામી ફિલ્મ ‘ટાઈગર ઝિંદા હૈ’ મામલે પણ વિવાદ ચાલી રહ્યો છે ત્યારે સલમાન ખાને એક શોમાં ફિલ્મનું પ્રમોશન કરતી વખતે જાતિસૂચક શબ્દો વાપર્યા હતા. જે મામલે અમદાવાદમાં સરદાર પોલીસ મથકે એટ્રોસીટીની અરજી કરવામાં આવી છે. આ અંગે દિલ્હીમાં પણ એફઆઈઆર નોંધાઈ હોવાનું જાણવા મળ્યું છે.  હાલના રાજ્યમાં સલમાનના વિરોધમાં પ્રદર્શનો શરૂ થયા છે.  અરવલ્લી, જસદણ સહિતના સ્થળોએ વાલ્મિકી સમાજ દ્વારા સલમાન ખાન વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.`

error: Content is protected !!