મચ્છુની પૂરની આફત માટે સોલ્ટ કંપનીએ પાળા બાંધી બંધ કરેલી ક્રીકો જવાબદાર હોવાનો આક્ષેપ

ભુજ: કચ્છના નાના રણમાં મીઠું ઉત્પાદન કરતી જાણીતી કંપનીએ માળિયાના હરીપરથી સુરજબારીના અંદરના વિસ્તારમાં કચ્છના નાના રણમાં 18 કિ.મી. લાંબો મહાકાય પાળો બનાવતા દરિયાની ભરતી-ઓટના પાણી અવરોધાવાની સાથે જ મચ્છુ નદીનું વરસાદી પાણી સુરજબારી ક્રિકથી હડકાયા નેશ સુધી જતું હતું તે બંધ થયું છે. ભારે વરસાદને કારણે થયેલી પૂરની પરિસ્થિતિ માટે પણ આ પાળા જવાબદાર હોય આ કંપનીઓ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવા માગણી માળિયા સોલ્ટ મેન્યુ. એસો.ના પ્રમુખ અયુબભાઇ અબ્દુલ્લાભાઇ મોવરે ગાંધીનગર ખાતે લેખિતમાં કરી છે.કંપનીએ બાંધેલા પાળાથી વરસાદી પાણીનો નિકાલ ન થતાં હરીપર, જામસર, દેવગઢ અને ભાવપર સહિતના ગામોમાં વરસાદી પાણીનો ભરાવો થાય છે અને તમામ વિસ્તાર જળબંબાકાર થઇ જાય છે. આ મોટી કંપનીએ નાની મોટી 13 દરિયાઇ ક્રિકો માટીના પાળા બાંધી બંધ કરાઇ હોય તે તમામ પાળા તોડી સોલ્ટ કંપનીની લીઝ રદ કરવા માગણી ઉઠી છે.

error: Content is protected !!