હાર્દિક પટેલને ટાર્ગેટ કરતા ફરી એકવાર એ જ યુટ્યુબ ચેનલે વધુ 4 વિડીયો અપલોડ કર્યા

અમદાવાદ, દેશગુજરાત: ‘હાર્દિક પટેલ એન્ડ ગેંગ’ નામની એક યુટ્યુબ ચેનલે સોમવારે હાર્દિક પટેલ એક મહિલા સાથે સંભોગ માણતો હોય તેવો કથિત વિડિયો રજૂ કર્યો હતો. હાર્દિક પટેલે  મીડિયા સાથે વાત કરતા દાવો કર્યો હતો કે, આ વિડીયો ઘડી કાઢવામાં આવ્યો છે અને તેમાં કોઈ સચ્ચાઈ નથી. હાર્દિકે  ખાનગી રૂમમાં લેવામાં આવેલા આ વિડીયોને લઈને વિરોધ કર્યો હતો અને તેણે કહ્યું કે, ‘હું નપુંસક નથી, હું કુંવારો છું, હજુ મારે લગ્ન કરવાના છે અને હું મરદ છું.’

હાર્દિક પટેલ દ્વારા લેખિત વિનંતી કરવામાં આવતા  યુટ્યુબ દ્વારા આ વિડીયોને ડીલીટ કરી દેવામાં આવ્યો હતો.

જોકે, મંગળવારે ફરી ‘હાર્દિક પટેલ એન્ડ ગેંગ’ નામની યુટ્યુબ ચેનલે યુટ્યુબ પર વધુ 4 કથિત વિડીયો ક્લિપ્સ અપલોડ કરી છે. જેનું હેડીંગ આપવામાં આવ્યું છે કે, ‘બોટાદમાં યોજાયેલી ન્યાય યાત્રાના બીજા જ દિવસે હાર્દીકનો દુષિત ચહેરો, વિસ્કી અને વુમન (વિસ્કી દારુ અને સ્ત્રી) સાથે હાર્દિક અને તેની ગેંગ.’ તેમાં 10.01 મિનિટ લાંબી ત્રણ વિડિઓ ક્લિપ્સ છે જ્યારે એક વિડિઓ ક્લિપ 1.13 મિનિટની છે.

આ વિડિયો ક્લિપમાં ત્રણ યુવકો છે, જેમણે મુંડન કરાવેલું છે. તેઓ એક મહિલા સાથે પથારી (બેડ)માં છે. વિડીયો ક્લિપ્સમાં વોડકા (દારુ)ની બોટલ પણ દેખાય છે.

ઉલ્લેખનીય છે કે, હાર્દિક અને અન્ય 51 અનામત અંદોલનના નેતાઓએ  બોટાદ જિલ્લાના લાઠીદડ  ગામથી ‘ન્યાય યાત્રા’ શરૂ કરતા પહેલા 21 મી મેના રોજ મુંડન કરાવ્યું હતું. આ યાત્રા ભાવનગર શહેરમાં સંપન્ન થઇ હતી.

છેલ્લા બે વર્ષથી રાજ્ય સરકાર અને પોલીસ દ્વારા પાટીદાર સમુદાયના સભ્યો પર કથિત અત્યાચારની વિરુદ્ધ અવાજ ઉઠાવવા માટે યાત્રા યોજવામાં આવી હતી. આ યાત્રા સૌરાષ્ટ્ર પ્રદેશના ઓછામાં ઓછા 30 ગામોમાં ફરી હતી.

આ દરમિયાન ‘હાર્દિક પટેલ એન્ડ ગેંગ’ ચેનલ દ્વારા રજુ કરવામાં આવેલા વિડીયોને અગાઉ(સોમવારે) યુટ્યુબ દ્વારા ડીલીટ કરી દેવામાં આવ્યો હતો તે વિડીયો હવે ‘મોડિફાઇડ ઇન્ડિયા’ નામની યુટ્યુબ ચેનલ પર રજુ કરાયો છે.

error: Content is protected !!