‘હાર્દિકમાં સરદારનું ડીએનએ’ હોવાના શક્તિસિંહના નિવેદનની સરદાર પટેલના પ્રપૌત્રએ કરી ટીકા

આણંદ, દેશગુજરાત: અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલમાં સરદાર પટેલનું ડીએનએ હોવાના કોંગ્રેસના નેતા શક્તિસિંહના નિવેદનની સરદાર પટેલના પ્રપૌત્ર સમીર પટેલે ટીકા કરી છે. મંગળવારે તેમણે કહ્યું કે, કોંગ્રેસના નેતાઓને દાદા (સરદાર પટેલ) માટે કોઈ આદર ન હતો અને હંમેશા તેઓએ સરદાર દ્વારા કરાયેલા સારા કાર્યોને નાપસંદ કર્યા છે.

સમીર પટેલે વધુમાં કહ્યું હતું કે, હાર્દિક પટેલ દેશનું  વિભાજન કરી રહ્યા છે, જ્યારે સરદાર પટેલ તેને એકતામાં જોડ્યું હતું. પાટીદારોને સરદાર પટેલના નામનો દુરુપયોગ કરનારા હાર્દિક પટેલને અનુસરવાની જરૂર નથી. સમીરે વધુમાં ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો હાથ વધુ મજબૂત બનવો જોઈએ.

error: Content is protected !!