ગરીબો માટે આશ્રયસ્થાનને લઈને સરકારને સુપ્રીમ કોર્ટની ફટકાર, કહ્યું- બંધ શા માટે નથી કરી દેતા આ યોજના, પૈસા ગટરમાં શા માટે વહેવડાવી રહ્યા છો ?

નવી દિલ્હી, દેશગુજરાત: સુપ્રીમ કોર્ટે હરિયાણા, ઉત્તરપ્રદેશ અને કેન્દ્ર સરકારને ગરીબો માટે આશ્રયસ્થાનની બાબતે જોરદાર ફટકાર લગાવી છે. કોર્ટે હરિયાણા સરકારને કહ્યું કે, છેલ્લા ત્રણ વર્ષોમાં તમે આશ્રયસ્થાનને લઈને કંઈ કર્યું નથી. કોર્ટે કહ્યું કે, ઓક્ટોબર 2014માં જે સોગંદનામું તમે દાખલ કર્યું હતું તે મુજબ હરિયાણામાં 6107 આશ્રયસ્થાન હતા અને હાલમાં જે સોગંદનામું તમે દાખલ કર્યું છે તે મુજબ 6107 આશ્રયસ્થાન છે. તેનો અર્થે એ કે, તમે છેલ્લા ત્રણ વર્ષોમાં કંઈ કર્યું નથી. આ સાથે જ સુપ્રીમ કોર્ટે ઉત્તરપ્રદેશ(યુપી) સરકાર સામે પણ નારાજગી દર્શાવી હતી.

સુપ્રીમ કોર્ટે શું કહ્યું?

કોર્ટે કહ્યું કે, માત્ર સોગંદનામામાં કહેવામાં આવે કે અમે કામ કરી રહ્યા છીએ, તો એ બાબતથી ચાલશે નહીં. જો સરકાર ગંભીર છે અને તેને કામ પર ગર્વ છે તો દર્શાવે કે તેઓએ શું કામ કર્યું છે? સરકાર કહે છે કે, નવા અર્બન આશ્રયસ્થાનો બનાવીશું, પરંતુ એ કામ ક્યારે શરુ થશે?

કેટલા નાણાં અને કેટલા સમયમાં શું સુવિધા ઉભી કરાશે. કોર્ટે કહ્યું કે, આ એ લોકો નથી જે પોતાની ઈચ્છાથી ગરીબ છે અને તેઓ ઘર નથી ઈચ્છતા હકીકતમાં સરકારને તેમની મદદ કરવી જોઈએ. ઠંડીની શરૂઆત થઇ ગઈ છે, લોકોને  જરૂર છે પરંતુ સરકારને એ  ખબર નથી કે કેટલા લોકો આશ્રયસ્થાનમાં રહે છે?

તેઓ માટે જમવાનું ક્યાંથી આવે છે?, શા માટે તેઓ ભીખ માગીને ખાય છે?, શું તેઓ પાસે સુવાની વ્યવસ્થા છે કે રાત્રી આશ્રયસ્થાનોમાં ભોયતળીયે સુઈ રહ્યા? વગેરે સવાલો સાથે કોર્ટે કહ્યું કે, યુપીમાં 1.80 લાખ લોકો બેઘર છે અને સરકારે માત્ર 6 હજાર લોકો માટે વ્યવસ્થા ઉભી કરી છે. બાકીના 1.74 લાખ કેવી રીતે રહી રહ્યા છે? સુપ્રીમ કોર્ટે યુપી સરકારને પણ સોગંદનામું દાખલ કરી જાણ કરવાનું કહ્યું છે કે, વર્ષા(વરસાદ) આશ્રયસ્થાનોના નિર્માણની શું સ્થિતિ છે? કેટલો ખર્ચ થઇ રહ્યો છે? અને કેટલું કામ પૂર્ણ થયું છે?

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું હતું કે, રાત્રી આશ્રયસ્થાનો માટેની યોજના બંધ શા માટે નથી કરી દેતા? સરકાર પોતાની પૈસા ગટરમાં શા માટે વહેવડાવી રહી છે? 1000 કરોડ રૂપિયા કોઈ અન્ય કામમાં ખર્ચ કરો અને આ બાબત પર ગંભીરતાથી વિચાર કરો. આ કરદાતાઓના પૈસાનો દુરુપયોગ છે.

error: Content is protected !!