એસસી/એસટી અનામતનો લાભ કોઈ પણ એક જ રાજ્યમાં લઇ શકાશે : સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે આજે (ગુરુવારે) મહત્વનો નિર્ણય આપતા કહ્યું કે, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ (એસસી/એસટી) અનામત અંતર્ગત સેવાઓ કે નોકરીઓનો લાભ વ્યક્તિને કોઈપણ એક જ રાજ્યમાં મળશે. બીજા રાજ્યમાં આ લાભ મેળવી શકાશે નહીં. આ સાથે જ કોર્ટે આદેશ આપ્યો હતો કે, એસસી/એસટી યાદીમાં રાજ્ય સરકારો મરજી મુજબ કોઈ ફેરફાર ના કરી શકે.

કોઈ એક રાજ્યમાં વસવાટ કરતા અનુસૂચિત જાતિના વ્યક્તિ બીજા રાજ્યમાં પણ અનુસૂચિત જાતિને મળનારી અનામતનો લાભ લઈ શકે? આ મુદ્દે સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આવું થઈ શકે નહીં.

સુપ્રીમ કોર્ટે એ પણ આદેશ આપ્યો કે, કોઈ પણ રાજ્ય સરકાર એસસી/એસટીની યાદીમાં પોતાની મરજી પ્રમાણે કોઈ ફેરફાર ના કરી શકે. રાજ્ય સરકારો સંસદની સહમતિથી જ યાદીમાં કોઈ ફેરફાર કરી શકે છે. મુખત્વે આ અધિકાર માત્ર રાષ્ટ્રપતિનો જ છે.

નોંધનીય છે કે, જે વ્યક્તિ રાજધાની દિલ્હીમાં સરકારી નોકરી કરે છે તેને અનુસૂચિત જાતિમાં સંબંધીત અનામત કેન્દ્રીય યાદી અનુસાર મળશે.

error: Content is protected !!