ગુજરાતમાં 3 સ્થળે સી-પ્લેન સેવા શરૂ કરવાની વિચારણા, એએઆઈએ રાજ્ય સરકારને લખ્યો પત્ર

ગાંધીનગર: રાજ્યમાં 3 સ્થળે સી-પ્લેન યોજના શરૂ કરવાની વિચારણા ચાલી રહી છે. જેને લઈને એરપોર્ટ ઓથોરીટી ઓફ  ઇન્ડિયા (એએઆઈ)ના ચેરમેને રાજ્ય સરકારને પત્ર લખ્યો છે. પાત્રમાં કરાયેલા ઉલ્લેખ મુજબ સાબરમતી નદીથી ધરોઇ ડેમ, સાબરમતી નદીથી સરદાર સરોવર અને તાપી નદીથી સરદાર સરોવર સુધીના સ્થળોની સી-પ્લેન યોજના શરૂ કરવા માટેની વિચારણા ચાલી રહી છે. આ યોજના અંતર્ગત ડીજીસીએ અને એએઆઈના અધિકારીઓ 18 થી 20 જૂન દરમિયાન આ ત્રણેય સ્થળોની મુલાકાત લેશે. આ ઉપરાંત સમગ્ર પ્રોજેક્ટ માટે ખાસ ટીમ પણ બનાવવામાં આવી છે.

error: Content is protected !!