મ્યુચ્યુઅલ ફંડના રોકાણ પરના ચાર્જમાં ઘટાડો, સેબીનો મહત્વનો નિર્ણય

મુંબઇ: મ્યુચ્યુઅલ ફંડનો વ્યાપ વધારવા માટે શેરબજાર નિયમનકારી એજન્સી સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (એસઈબીઆઈ – સેબી)એ મ્યુચ્યુઅલ ફંડના રોકાણ પરના ચાર્જમાં મોટો ઘટાડો કરી  ચાર્જિસ માત્ર 0.05 ટકા કર્યા છે. સેબીના આ નિર્ણયના કારણે મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારને સીધો ફાયદો થશે. મ્યુચ્યુઅલ ફંડમાં હાલ વધારાનો ખર્ચ 0.2 ટકાના દરે લેવાય છે.

સેબીના 29મીના નોટિફિકેશન પ્રમાણે હવે માત્ર 0.05 ટકા જ વધારાનો ખર્ચ લઇ શકશે. ઉલ્લેખનીય છે કે સામાન્ય બજેટમાં સરકારે કેટલીક જોગવાઇ કર્યા બાદ મ્યુચ્યુઅલ ફંડના કારોબારમાં ઘટાડો નોંધાયો હતો. નોંધનીય છે કે, વર્ષ 2012માં સેબીએ મ્યુચ્યુઅલ ફંડને એક્ઝિટ લોડના પગલે સંચાલન હેઠળની એસેટ્સ-એયુએમ પર 0.2 ટકા ચાર્જિસ લેવા છૂટ આપી હતી.

દરમિયાન જે રોકાણકારના ઈ-મેઈલ એડ્રેસ ઉપલબ્ધ નથી તેવા રોકાણકારોના મ્યુચ્યુઅલ ફંડના વાર્ષિક અહેવાલને ફિઝિકલ કોપી તેમજ અર્ધવાર્ષિક ધોરણે સ્કીમનો પોર્ટફોલિયો મોકલવાના નિયમને દૂર કર્યા છે. તેના બદલે એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ-એએમએફઆઇ અને મ્યુચ્યુઅલ ફંડ હાઉસીસની વેબસાઇટ પર મુકાશે.

સેબીના નિર્ણયના પગલે મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓના ખર્ચમાં પણ ઘટાડો થશે અને ઘટાડાને કારણે કારોબાર વધશે, તેવી શક્યતા નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરાઇ છે.

error: Content is protected !!