શેરબજારમાં ઉછાળો, સેન્સેક્સ 250 પોઈન્ટ વધ્યો

મુંબઈ: આજે (સોમવારે) શેરબજાર ખુલતાની સાથે જ તેજીનો ચમકારો જોવા મળ્યો હતો. સેન્સેક્સમાં 250ની આસપાસના ઉછાળા સાથે 34, 253ની સપાટીએ પહોંચ્યો હતો અને  નિફ્ટી પણ 69 પોઈન્ટ જેટલો વધીને 10,525ની સપાટીએ જોવા મળ્યો હતો.

શરૂઆતી કારોબારમાં નિફ્ટી 10525 ની નજીક નિકળવામાં સફળ થયા બાદ સેન્સેક્સમાં 250 અંકોથી વધારાનો ઉછાળો જોવા મળ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટી 0.75 ટકાની મજબૂતીની સાથે કારોબાર કરી રહ્યા છે.

મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં પણ સુધારો જોવા મળી રહ્યો છે. બીએસઈના મિડકેપમાં ઈન્ડેક્સ 1 ટકા ઉછળો, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 1.3 ટકાની મજબૂતી દેખાય રહી છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 1.25 ટકા સુધી વધ્યા છે.

error: Content is protected !!