વ્યવસાયની અનુકુળતાના રેન્કિગમાં થયેલા સુધારાનું શેરબજારે નવા રેકોર્ડ સાથે કર્યું સ્વાગત

નવી દિલ્હી, દેશગુજરાત:  ઈઝ ઓફ ડૂઇંગ બીઝનેસ (વ્યવસાયિક અનુકુળતા)માં ભારતની મોટી છલાંગને સ્થાનિક શેરબજારને પણ ટેકો આપ્યો છે. આ ઉપરાંત એશિયન શેરબજારમાં મજબૂતીથી સ્થાનિક શેરબજારને ફાયદો થયો છે. ટ્રેડિંગ સપ્તાહના ત્રીજા દિવસે શેરબજાર રેકોર્ડ સ્તર પર ખુલ્યું છે. બુધવારે નિફ્ટીએ 10410ના નવા અંકને સ્પર્શ કર્યો હતો. તે જ સમયે સેન્સેક્સ પણ 33479ના વિક્રમ સ્તર સુધી પહોંચી ગયો છે.

વિશ્વ બેંકે મંગળવારના અંતમાં ઇશ્યૂ ઓફ ડૂટીંગ બિઝનેસ રિપોર્ટ રિલિઝ કર્યો છે. જેમાં ભારત 30 અંકનો કુદકો માર્યો છે અને 100 નંબરના ક્રમે પહોંચી ગયો છે. આ રેન્કિંગે રોકાણકારોની લાગણીને મજબૂત બનાવી છે.

બેન્કિંગ શેરનો કુદકો

એક્સીસ બેંકનું ઉત્તમ પ્રદર્શન સતત ચાલુ છે. આ ઉપરાંત એસબીઆઇ અને આઇસીઆઇસીઆઇ બેંકના શેર સારા બિઝનેસ કરી રહ્યા છે. બેન્કિંગ શેરો ઉપરાંત, ભારતીએરટેલ અને હિન્દુસ્તાન યુનિલિવરના શેર પણ ગ્રીન માર્કથી ઉપર છે.

રૂપિયાની પણ મજબૂત શરૂઆત

બુધવારે રૂપિયો મજબૂત બન્યો હતો. ડોલરની સરખામણીએ રૂપિયો 5 પૈસાના વધારા સાથે ખૂલ્યો હતો. તે 64.70 ના સ્તર પર રહ્યો હતો.

અમેરિકી બજાર પણ વધારા સાથે બંધ

અમેરિકી બજારો મંગળવારે વધારા સાથે બંધ થયા. વ્યવસાયમાં ડાઓ જોંસમાં 28 અંકોનો વધારો રહ્યો અને તે 23377ના સ્તરે બંધ થયો.

રેકોર્ડ પ્રદર્શન ચાલુ

સ્થાનિક શેર બજારમાં છેલ્લા અઠવાડિયેથી રેકોર્ડ બનાવવાનું ચાલુ છે. મંગળવારને છોડીને ગયા અઠવાડિયાથી અત્યારસુધીમાં  શેરબજારે રેકોર્ડ સ્તરથી શરૂઆત કરી અને રેકોર્ડ સ્તર પર જ બંધ થયું હતું.

મંગળવારે બજારની સ્થિતિ

મંગળવારે બજાર મંદ પડી ગયું હતું અને શિથિલતા સાથે બંધ રહ્યો હતો. સતત ચાર દિવસ સુધી રેકોર્ડ સ્તર સુધી પહોંચવાનો રેકોર્ડ તૂટી ગયો હતો. જોકે, વિશ્વ બેન્ક તરફથી સારા સમાચાર મેળવ્યા પછી, ફરી એક વખત સ્થાનિક બજારે નવા રેકોર્ડ સ્તરને સ્પર્શ કર્યો છે.

મંગળવારે નિફ્ટી 28 પોઈન્ટના ઘટાડા સાથે બંધ રહ્યો હતો. તે જ સમયે, સેન્સેક્સ 53 પોઇન્ટના ઘટાડા સાથે બંધ રહ્યો હતો. નિફ્ટી 10335 ના સ્તરે અને સેન્સેક્સ હાલમાં 33213 ના સ્તરે છે.

error: Content is protected !!