કંડલા : દરિયામાં ડુબ્યુ જહાજ, 7 ક્રુ મેમ્બર્સને રેસ્ક્યુ કરાયા

કચ્છ: કચ્છના કંડલાના દરિયામાં ગીરજા(3) નામનું જહાજ ગઈકાલે (બુધવારે) રાત્રે ડુબ્યુ હતું. આ બાર્જમા 7 ક્રુ મેમ્બર સવાર હતા. જહાજ ડુબવાને કારણે તેમાં સવાર તમામ 7 ક્રુ મેમ્બર ડૂબ્યા હતા. જેને કારણે કોસ્ટગાર્ડ અને કંડલા પોર્ટના જહાજો મદદ માટે રવાના કરી દેવાયા છે. તાત્કાલિક ધોરણે ક્રુ મેમ્બરોની શોધખોળ શરૂ કરી દેવાઈ હતી. આ સાથે જ 7 ક્રુ મેમ્બર્સને રેસ્ક્યુ કરાયા હતા.

માહિતી મુજબ, બુધવારે રાત્રે 9 વાગ્યાની આસપાસ ડીએપી ભરીને આવી રહેલું જહાજ કિનારાથી ઉત્તર-પૂર્વ દિશામાં બે કિલોમીટર દૂર હતું, ત્યાં અચાનક ડૂબવા લાગ્યું હતું.  જે બાદ વીએચએફ પર મેસેજ આવતા કોસ્ટગાર્ડ સહિતનો સટાફ મદદ માટે દોડી ગયો હતો.

error: Content is protected !!