અંબાણીના ઘરે શ્રીજીની સ્થાપના, સમગ્ર બોલીવુડે આપી હાજરી

મુંબઈ, દેશગુજરાત: શુક્રવારે ગણેશ ચતુર્થીના દિવસે દેશભરમાં ગલી, મહોલ્લા તેમજ લોકોના ઘરોમાં ગજાનન ગણપતિની સ્થાપના કરવામાં આવી હતી.  ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરે પણ શ્રીજીની સ્થાપના કરી એક પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાર્ટીમાં સમગ્ર બોલીવુડના સિતારાઓ આવી પહોંચ્યા હતા. શાહરૂખ સલમાનની સાથે હંમેશા પાર્ટીઓથી દૂર રહેતો આમીર ખાન પણ તેના પરિવાર સાથે  મુકેશ અંબાણીના ઘરે પહોંચ્યો હતો. પરિવાર સાથે ઉપસ્થિત રહેલા અભિષેક બચ્ચનની એન્ટ્રી ખાસ નોંધાઈ હતી. કરિશ્મા કપૂર પોતાની દીકરી સાથે પહોંચી હતી. બોલીવુડના તમામ મોટા કલાકારો અંબાણીના ઘરે આયોજિત આ પાર્ટીમાં ટ્રેડીશનલ લૂકમાં જોવા મળ્યા હતા. આ સાથે જ સચિન તેંદુલકર પણ તેની પત્ની સાથે પાર્ટીમાં હાજર રહ્યો હતો.

આ પાર્ટીમાં આમિર ખાન તેની પત્ની કિરણ અને પુત્ર આઝાદ સાથે પહોંચ્યો.

સલમાન, શાહરૂખ અને રણબીર કપૂરે પણ અંબાણીના ઘરે પહોંચી અનંત અંબાણી સાથે કેટલીક હળવી પળો માણી હતી.

કરિશ્મા કપૂર તેની પુત્રી સાથે ટ્રેડીશનલ લૂકમાં પહોંચી હતી.

સંજય દત્ત અને વિદ્યાબાલન પણ પોતાના લાઈફ પાર્ટનર સાથે જોવા મળ્યા.

પ્રિયંકા ચોપડા અહિયાં પોતાની માતા સાથે જોવા મળી.

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકર તેની પત્ની સાથે પાર્ટીમાં પહોંચ્યો હતો.  નીતા અંબાણી ગુજરાતી બાંધણીની સાડી અને ટ્રેડીશનલ લૂકમાં

પાર્ટીમાં અભિષેક અને એશ્વર્યા તેની પુત્રી આરાધ્યા સાથે આવ્યા હતા.

આ પાર્ટીમાં  દીપિકા-રણવીર અને દિશા-ટાઈગરની ઓફ સ્ક્રીન જોડી સાથે જોવા મળી હતી. આ બંને જોડી ટૂંક સમયમાં જ આવનારી ફિલ્મોમાં સાથે જોવા મળશે.

સ્ટાર કીડ જાહ્નવી કપૂર અને  સારા અલી ખાન પણ પાર્ટીમાં પહોંચી હતી. સૈફ અલી ખાનની પુત્રી સારા અલી ખાણ ગુલાબી અનારકલી ડ્રેસમાં જોવા મળી તો બીજી તરફ શ્રીદેવીની પુત્રી જાહ્નવીએ માનીશ મલ્હોત્રા દ્વારા ડીઝાઇન કરવામાં આવેલી ચણીયા-ચોળી પહેરી હતી. ટૂંક સમયમાં જ જાહ્નવી બોલીવુડમાં એન્ટ્રી કરવાની છે.

error: Content is protected !!