SIAC એ GIFT IFSCમાં ઓફિસ ખોલી

ગાંધીનગર, દેશગુજરાત: સિંગાપોર ઇન્ટરનેશનલ આર્બિટ્રેશન સેન્ટર (SIAC) એ ગુજરાતમાં 9 ઓગસ્ટ, 2017ના રોજ ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (GIFT) ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસીસ સેન્ટર ઝોન (IFSC)માં ભારતની બીજી રિપ્રેઝન્ટેટિવ ઓફિસ ખોલી છે. SIAC અને GIFT વચ્ચે થયેલા સમજૂતીકરારનાં ભાગરૂપે આ ઓફિસ ખોલવામાં આવી છે. છેલ્લાં પાંચ વર્ષથી SIACના ટોચના ત્રણ વિદેશી યુઝર્સમાં ભારતીય પક્ષો સામેલ છે અને 2013, 2015 અને 2016માં SIACના વિદેશી યુઝરમાં ટોચ પર હતાં.

વિશ્વસનિય, તટસ્થ અને સ્વતંત્ર વિવાદ નિવારણ વ્યવસ્થા IFSCના મહત્ત્વપૂર્ણ પિલ્લર્સ પૈકીની એક છે. SIAC અને GIFT તમામ કંપનીઓ અને GIFTમાં રોકાણકારોને આર્બિટ્રેશનનો ઉપયોગ કરવા અને આર્બ-મેડ- આર્બ સર્વિસ જેવી વિવાદ નિવારણ સેવાઓનો ઉપયોગ કરવા પ્રોત્સાહન આપવા જોડાણ કરશે. આ સેવા સંયુક્તપણે SIAC અને સિંગાપોર ઇન્ટરનેશનલ મીડિએશન સેન્ટર પ્રદાન કરશે.

GIFTCLના એમડી અને ગ્રૂપ સીઇઓ અજય પાંડેએ કહ્યું હતું કે, “અમને ખુશી છે કે SIACએ GIFT IFSCમાં ઓફિસ ખોલી છે. અમારું માનવું છે કે SIAC પક્ષોને તટસ્થ અને સ્વતંત્ર વિવાદ નિવારણ પ્લેટફોર્મ પ્રદાન કરશે, જેથી તેઓ GIFT IFSCમાંથી મોટા આંતરરાષ્ટ્રીય નાણાકીય વ્યવહારો હાથ ધરવા સક્ષમ બનશે. GIFT કંપનીઓ ચોક્કસ મૂલ્યથી વધારેના આંતરરાષ્ટ્રીય કરારો માટે તેમની પસંદગીની વિવાદ નિવારણ જોગવાઈ તરીકે SIACના મોડલ ક્લોઝને સ્વીકારવાનું પણ શરૂ કરશે. GIFT IFSCમાં આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક પક્ષો દ્વારા સતત વધતી ભાગીદારી સાથે આંતરરાષ્ટ્રીય વિવાદ નિવારણ વ્યવસ્થા GIFT IFSCને લંડન, દુબઈ, હોંગકોંગ, સિંગાપોર અને ન્યૂયોર્કની જેમ ઉપયોગી બનાવશે.”

SIACના સીઇઓ શ્રીમતી લીમ સીઓક હુઇએ કહ્યું હતું કે, “SIAC માટે તેના ભારતીય યુઝર્સ મહત્વપૂર્ણ છે, જેઓ વિશ્વની ટોચની દ્વિપક્ષીય સંસ્થાઓમાંની એક તરીકે SIACની સફળતામાં નોંધપાત્ર પ્રદાન કરે છે. GIFT IFSCમાં SIACની ભારતમાં બીજી ઓફિસ SIACને GIFT IFSCની અંદર વ્યવસાયો અને રોકાણકારોને વૈશ્વિક કક્ષાની વિવાદ નિવારણ વ્યવસ્થાની જોગવાઈ મારફતે GIFTના આર્થિક વિકાસમાં સહભાગી બનાવશે તથા ભારતમાં કાયદાકીય અને વ્યાવસાયિક સમુદાયો સાથે SIACના વર્તમાન સંબંધોને મજબૂત કરશે.”

error: Content is protected !!