૨૦૦૧થી ભોલે બાબાના આશીર્વાદથી ઝેર પીવાની અને ઝેર પચાવવાની તાકાત આવી છે: મોદી

વડનગર: મારી યાત્રા હાટકેશ્વરના આશીર્વાદથી વડનગરથી શરૂ કરી હતી. વડનગર અને વારાણસી; બન્ને ભોલે બાબાની ભૂમિ છે. વડનગરના હાટકેશ્વર બાબાના આશીર્વાદથી વારાણસી-કાશી સુધીની એટલે કે જન્મભુમિથી વારાણસી સુધીની સફળ યાત્રાને પૂર્ણ કરીને
ભોલે બાબાના આશીર્વાદથી વડાપ્રધાન બન્યો છું. તે આ ગામની મને મળેલી સૌથી મોટી શક્તિ છે, તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું.

ભગવાન શિવજી એટલે ભોલે બાબા પાસે ઝેર પીવાની અને ઝેર પચાવવાની શક્તિ છે, તાકાત છે. મને પણ ઝેર પીવાની અને ઝેર પચાવવાની ભોલે બાબાએ શક્તિ આપી છે. તેમ વડાપ્રધાને માદરે વતન વડનગરથી કહ્યું હતું.

વડાપ્રધાને કહ્યું હતું કે, વર્ષ-૨૦૦૧થી મને પણ ભોલે બાબાના આશીર્વાદથી ઝેર પચાવવાની તાકાત આવી છે, એના કારણે ભલભલા ઝેર ઓકનારાઓ હોય તો પણ તેને પચાવીને માત્રને માત્ર માતૃભૂમિની સેવા કરી રહ્યો છું, અવિરતપણે દેશના વિકાસ માટે કાર્ય કરી રહ્યો છું.

error: Content is protected !!