સિપુ ડેમ સલામત અને સુરક્ષિત છે, પ્રોટેક્શન વોલમાં સામાન્ય નુકસાન રિપેરીંગ હેઠળ છે: જળસંપતિ સચિવ

ગાંધીનગર, દેશગુજરાતઃ ગુજરાત રાજ્યના જળસંપતિ સચિવ શ્રી એમ.કે.જાદવે નિવેદનમાં જણાવ્યું છે કે બનાસકાંઠાનો સિપુ ડેમ સલામત અને સુરક્ષિત છે.

શ્રી જાદવે વધુમાં જણાવ્યું હતું કે આજે માઉન્ટ આબુ પર 30 ઈંચ જેટલો વરસાદ પડતાં સિપુ ડેમમાં 3,50,000 ક્યુસેક્સ જેટલું અતિભારે માત્રામાં પૂર આવવા પામ્યું હતું. અતિભારે માત્રામાં પાણી આવતા ડાબા કાંઠાની પ્રોટેકશન વૉલમાં સામાન્ય નૂકશાન થયું છે, જેને લઈને ડેમની સલામતીનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી.

તેમણે કહ્યું કે આજે મોડી રાત્રે(11 વાગ્યાની સ્થિતિએ) સિપુ જળાશયમાં પાણીનો આવરો ઓછો થયો છે. ઈન ફ્લો ઓછો થતાં ડેમમાં પાણીના લેવલમાં દોઢ મિટરનો ઘટાડો થયો છે. એટલું જ નહિ રીપેરીંગની કામગીરી પણ શરૂ થઈ ગઈ છે.

ઉલ્લેખનીય છે કે સિપુ એ બનાસ નદીની શાખા છે. સિપુમાં પાણીની આવક મુખ્યત્વે રાજસ્થાનમાં ભારે વરસાદ કે પૂરની પરિસ્થિતિ ઉભી થાય તો થતી હોય છે. પાછલી રાત્રિએ સિપુમાંથી પાણી છોડવાનું શરુ કરાયું હતું.

Related Stories

error: Content is protected !!