સીતાનું ભગવાન રામે અપહરણ કર્યું હતું, ગુજરાતમાં ધોરણ-12ના સંસ્કૃત પાઠ્યપુસ્તકમાં છબરડો

અમદાવાદ, દેશગુજરાત: ગુજરાત સ્ટેટ બોર્ડ ઓફ સ્કૂલ પાઠ્યપુસ્તકો (જીએસબીએસટી)ના ધોરણ – 12નું સંસ્કૃત પાઠ્યપુસ્તક કહે છે કે, સીતાનું ભગવાન રામ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું.

કવિ કાલીદાસના ‘રઘુવંશમ’ વર્ણવતા ફકરામાં ભૂલ દેખાય છે. પાઠ્યપુસ્તકની અંગ્રેજી આવૃત્તિના પૃષ્ઠ 106 પર વાંધાજનક લાઈનમાં લખાયું છે કે, “જ્યારે સીતાનું  રામ દ્વારા અપહરણ કરવામાં આવ્યું ત્યારે લક્ષ્મણ દ્વારા  રામને પહોંચાડવામાં આવેલા સંદેશામાં ખૂબ જ હૃદય-સ્પર્શી વર્ણન છે.”

આ પુસ્તકમાં અન્ય ભૂલો પણ છે.

જીએસબીએસટીએ ભૂલ કરી હોવાનું સ્વીકાર્યું છે અને તેને વહેલામાં વહેલી તકે  સુધારવાનું વચન આપ્યું છે.

ગુજરાત સ્ટેટ બોર્ડ ઓફ સ્કૂલ પાઠ્યપુસ્તકના એક્ઝિક્યૂટિવ ડો. નિતિન પેઠાણીએ આ વિશે જાણકારી ન હોવાનું જણાવ્યું હતું. જોકે, પછી તેમણે ભૂલ સ્વિકારી લીધી હતી. તેમણે કહ્યું હતું કે, અનુવાદમાં ભૂલ થઇ છે, જેના લીધે રાવણની જગ્યાએ રામનું નામ લખવામાં આવ્યું છે. ગુજરાતી ટેક્સ્ટબુકમાં આવી કોઇ ભૂલ નથી.

error: Content is protected !!