અમદાવાદ-વડોદરા હાઇવે પર અકસ્માત સર્જાતા 6નાં મોત

આણંદ, દેશગુજરાત: અમદાવાદ-વડોદરા હાઇવે પર અડાસ ગામ પાસે આજે (રવિવારે) અકસ્માત સર્જાતા 3 મહિલા અને 1 બાળક સહિત 6 લોકોનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

પોલીસે જણાવ્યું કે, આણંદ તરફ જઈ રહેલા અને પુરપાટ ઝડપે દોડતા રેતી ભરેલા ડમ્પરે ડીવાઈડર કુદીને સામેની તરફથી આવતી કારને ટક્કર મારી હતી.

અકસ્માતમાં કારમાં સવાર ડ્રાઈવર સહિત તમામ 6 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. અકાળે મૃત્યુ પામનાર સભ્યો ઝાડેશ્વરના પટેલ પરિવારના હોવાનું જાણવા મળ્યું છે.

 

error: Content is protected !!