ઓડીશામાં એસઓજીએ 6 નક્સલીઓને કર્યા ઠાર, દારૂગોળા અને હથિયારો જપ્ત

ઓડીશા: ઓડિશાની બે અલગ-અલગ જગ્યાઓ પર હાથ ધરવામાં આવેલા સર્ચ ઓપરેશન દરમિયાન સેનાએ 6 નક્સલીઓને ઠાર કર્યા છે. સાથે જ મોટા પ્રમાણમાં દારૂગોળા અને એકે-47 સહિતના હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે. આ હથિયારોમાં AK-47 જેવા હથિયાર અને કેટલાક જુદા પ્રકારના હથિયાર પણ સામેલ છે. આ હથિયારો સિવાય નક્સલીઓ પાસેથી લાકડાના તીર કમાન પણ મળ્યા છે.

સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે (એસઓજી) ઓડિશાના કાંધમાલમાં એક એન્કાઉન્ટરને અંજામ આપ્યો છે. જેમાં ચાર નક્સલીઓ માર્યા ગયા. બીજી તરફ બાલાંગીર જિલ્લામાં પણ સેનાએ વધુ એક ઓપરેશન ચલાવ્યું  હતું, જેમાં બે નક્સલી માર્યા ગયા હતા.

error: Content is protected !!