સુરતના કોર્પોરેટરોના પગારમાં 3 ગણો વધારો કરાશે, સ્ટેન્ડીંગ કમિટીમાં દરખાસ્ત મંજૂર

સુરત: સુરતના કોર્પોરેટરો માટે આનંદના સમાચાર સામે આવ્યા છે. કોર્પોરેટરનાં પગારમાં ત્રણ ગણો વધારોકરવા અંગે સ્ટેન્ડીંગ કમિટીમાં દરખાસ્ત મંજૂર કરવામાં હતી. .સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં આ દરખાસ્તને આખરી મહોર લાગ્યા બાદ 29 વોર્ડના 116 કોર્પોરેટરને આ પગાર વધારાનો લાભ અપાવામાં આવશે. વેતન 5000 હજારથી વધી 15 હજાર સુધી લઇ જવામાં આવ્યું છે. જેને લઈને પાલિકાની તિજોરી પર વાર્ષિક રૂ.1.39 કરોડનો બોજ વધશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના 63માં જન્મદિવસે રાજયની 8 મહાનગરપાલિકાઓના કોર્પોરેટરોના પગાર વધારવાની જાહેરાત કરી હતી. સુરત મહાનગર પાલિકાના 29 વોર્ડના 116 કોર્પોરેટરોને માનદ વેતન પેટે રૂ.3000, મીટીંગ ભથ્થાના રૂ.250 (એક માસમાં વધીને 5 મીટીંગ ભથ્થા મળે), ટેલીફોન ભથ્થાના રૂ.750 અને સ્ટેશનરી ભથ્થાના રૂ.500 સહિત માસિક એવરેજ 5000 જેવો પગાર ચુકવવામાં આવતો હતો. જે વધીને હવે 15000 સુધી થઇ જશે.

ઉલ્લેખનીય છે કે, હાલમાં જ બે દિવસીય વિધનસભા સત્રમાં ધારાસભ્યોના પગાર વધારો કરવામાં આવ્યો છે.

error: Content is protected !!