સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને આપ્યો જવાબ- એક નિષ્ફળ વંશવાદી નરેન્દ્ર મોદી પર સવાલ ઉઠાવે છે

નવી દિલ્હી, દેશગુજરાત: કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ બર્કલે યુનિવર્સિટીમાં આપેલા ભાષણ પર પ્રતિક્રિયા આપતા કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કરવો એ રાહુલ ગાંધીની જૂની આદત  છે. આ તેઓની નિષ્ફળ વ્યૂહરચના છે. તેઓ અંતરરાષ્ટ્રીય સ્તર પર પોતાની રાજકીય પીડા વ્યક્ત કરી રહ્યા હતા. તેઓ ભૂલી ગયા કે, 2014માં મતદારોએ મતદાનના માધ્યમથી નરેન્દ્ર મોદી પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. 2012માં કોંગ્રેસના અહંકારની વાત રાહુલે કરી તે સૌથી મોટી કબુલાત છે. આ બાબત કોંગ્રેસ માટે ચિંતનનો વિષય છે. આ બાબતને લઈને રાહુલ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પર પણ સવાલ ઉઠાવી રહ્યા છે.

અમેઠીમાં જઈને જોશો તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે

આજે રાહુલની સાચી સફળતા અને નિષ્ફળતા જોવા માગતા હોવ તો અમેઠી જઈને જોવી જોઈએ. તેઓ ભારતને કેવી રીતે સુવર્ણ ભવિષ્ય આપી શકાય તેની ચર્ચા કરી રહ્યા હતા. પરંતુ અમેઠીના વિકાસ પર ચર્ચા કરી હોત તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ ગયું હોત.

રાહુલ ગાંધીએ વંશવાદને સાચો ગણાવ્યો: સ્મૃતિ

રાહુલે વિદેશમાં કહ્યું કે, હિન્દુસ્તાન એવો જ દેશ છે જ્યાં પરિવારવાદથી બધું ચાલે છે. તો રાહુલ ગાંધી  લગભગ ભૂલી ગયા કે, હિન્દુસ્તાનમાં કેટલાય એવા નાગરિકો છે જે ઘણા ક્ષેત્રોમાં યોગદાન આપે છે. પરંતુ તેઓનો કોઈ રાજકીય વરસો નથી. વડાપ્રધાન મોદી પણ ગરીબ પરિવારમાંથી આવે છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ દલિત પરિવારમાંથી આવે છે. ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ પણ ખેડૂત પરિવારમાંથી આવે છે અને સંઘર્ષ કર્યા પછી અહીંયા સુધી પહોંચ્યા છે. આ ત્રણ ઉચ્ચતમ પદ પર આ વ્યક્તિઓનું અસ્તિત્વ એ સૂચવે છે કે, લોકતંત્રમાં પરિવારવાદ નહીં પરંતુ ગુણવત્તાનું સ્થાન હોય છે. એક નિષ્ફળ વંશવાદી રાહુલ આજે સવાલ ઉઠાવે છે.

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) પર રાહુલના નિવેદનને લઈને સ્મૃતિ કહ્યું કે, રાહુલ ગાંધી સક્ષમ હોત તો કોંગ્રેસ શાસન દરમિયાન જ જીએસટી પાસ થઇ ગયું હોત.

બર્કલે યુનિવર્સિટીમાં રાહુલ ગાંધીએ શું કહ્યું

રાહુલે બર્કલે યુનિવર્સિટીમાં મોદી સરકાર પર નિશાનો સાધ્યો હતો. રાહુલે કહ્યું કે, આજે નફરત અને હિંસાની રાજનીતિ હૈ રહી છે. હિંસાનો મતલબ મારાથી વધારે કોણ જાણી શકે છે. હિંસામાં મે મારા પિતા અને દાદીને ગુમાવ્યા છે.

નોટબંધીને લઈને પણ રાહુલે મોદી સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, સંસદને અંધારામાં રાખીને નોટબંધી લાવવામાં આવી. નોટબાંધીને કારણે અર્થવ્યવસ્થામાં ઘટાડો નોંધાયો છે. આ સાથે જ રાહુલે એ પણ કહ્યું કે, તેઓ વડાપ્રધનના ઉમેદવાર બનવા તૈયાર છે. જોઈ પાર્ટી કહેશે તો જવાબદારી લઈશ.

રાહુલે વંશવાદ પર કહ્યું કે, અમારો દેશ પરિવારવાદથી ચાલે છે. તેઓએ કહ્યું કે, પરિવારવાદને લઈને અમારી પાર્ટી પર નિશાનો સાધવો જોઈએ નહીં, કારણ કે આપણો દેશ આ પ્રકારે જ કાર્ય કરે છે. અખિલેશ યાદવ, એમકે સ્ટાલિન, અભિષેક બચ્ચન જેવા કેટલાય ઉદાહરણો છે. તેમાં હું કંઈ કરી શકું તેમ નથી. રાહુલે તે પણ સ્વીકાર્યું કે, 2012માં કોંગ્રેસ પાર્ટીમાં અહંકાર છવાઈ ગયો હતો અને પાર્ટીએ જનતા સાથે સંવાદ ઓછો કરી દીધો. તેથી, પાર્ટી અને લોકો વચ્ચેનું અંતર વધી ગયું હતું.

error: Content is protected !!