રાજ્યના વિચરતી-વિમુક્ત જાતિના બાળકોને પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ અપાવવા સામાજિક આગેવાનોને અનુરોધ

ગાંધીનગર:  રાજ્ય સરકાર અતિ પછાત એવી વિચરતી-વિમુક્ત જાતિઓમાં શિક્ષણનું સ્તર વધુને વધુ ઉંચુ આવે તે માટે શિક્ષણ આપવા કટિબદ્ધ છે. રાજ્ય સરકારના શિક્ષણ અંગેના ઉદેશને સાકાર કરવા તેમજ વિચરતી-વિમુક્ત જાતિના બાળકો પણ શિક્ષણ મેળવી સમાજની અન્ય જાતિના બાળકોની હરોળમાં આવી શકે તે હેતુથી રાજ્યની વિવિધ પ્રાથમિક શાળાઓમાં ચાલુ સત્રમાં પહેલા ધોરણમાં વધુને વધુ બાળકોને પ્રવેશ અપાવવા વિચરતી-વિમુક્ત જાતિના સક્રિય આગેવાનોને વિચરતી-વિમુક્ત જાતિ વિકાસ નિગમના અધ્યક્ષ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત કન્યાઓમાં કેળવણીનું પ્રમાણ વધે તે માટે વધુમાં વધુ કન્યાઓને પ્રવેશ અપાવવા પ્રયત્ન કરવા જરૂરી છે. આ અંગે કરેલ કામગીરીની માહિતી નિગમને મોકલી આપવી જેને ધ્યાને લઇ નિગમ તરફથી આગેવાનોનું યોગ્ય સન્માન કરવામાં આવશે, તેમ ગુજરાત વિચરતી-વિમુક્ત જાતિ વિકાસ નિગમ ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

error: Content is protected !!