સોશ્યલ મિડિયા વોચઃ આ વિડિયો ક્લીપ જોઇને નકારાત્મકતામાં સરી પડવાની જરુર નથી

અમદાવાદ, દેશગુજરાતઃ એક જમાનો હતો કે જ્યારે અખબારોને જે તે પક્ષ પોતાનાી તરફેણના કે પોતાને જોઇતા હોય તેવા સમાચારો છાપવા માટે પૈસા આપતા હતા. વાંચકોને ખયાલ પણ આવતો ન હતો કે ફલાણા સમાચાર હકીકતમાં પેઇડ ન્યૂઝ આઇટમ છે. ચૂંટણીઓ અગાઉ આવું વિશેષ ચાલતું હતું. આજે પણ આ તો ચાલે જ છે. હવે છાપાઓ માટે ફાળવવામાં આવતા આવા બજેટ પર કાપ મૂકાઇ શકે છે. કારણકે બહુધા પક્ષો હવે સોશ્યલ મિડિયાનો સહારો લેતા થયા છે. ફેસબુક પર બજેટ ખર્ચવાનું અને સ્પોન્સર્ડ પ્રચાર ચલાવવાનું હવે વધુ સુલભ છે.

ગુજરાત કોંગ્રેસના આઇટી સેલની ફેસબુક પર સ્પોન્સર્ડ આઇટમ તરીકે ચાલતી ક્લીપ અહીં એમ્બેડ કરીને મૂકેલી છે. કલીપમાં આજતક ટીવી ચેનલનું નિશાન દેખાય છે. ક્લીપમાં દાવો કરવામાં આવ્યો છે કે વડાપ્રધાને કચ્છમાં જે જળપરિયોજનાનું લોકાર્પણ કર્યું તેમાં થોડાક જ દિવસોમાં જુઓ કેવી તિરાડો પડી ગઇ છે. ક્લીપ જોઇને તમને લાગે કે ભ્રષ્ટાચાર થયો છે, નબળું બાંધકામ થયું છે વગેરે વગેરે.

પરંતુ કોંગ્રેસ દ્વારા ભલે ગમે તેટલો પ્રયત્ન થાય, આવી ચીજોથી એક પ્રજા તરીકે સાવ નકારાત્મકતામાં સરી જવાની જરુર નથી. કેટલીક વખત આપે એવા સમાચાર પણ જોયા હશે કે કેનાલનું ઉદઘાટન થયું અને બીજા જ દિવસે ગાબડું પડયું. આવું એટલા માટે થાય છે કારણકે આવી કેનાલ કે બીજી જળ વ્યવસ્થાઓમાં ઉદઘાટન પછી તેમાં પ્રથમ જ વખત પાણી વહેતું હોય છે. આ પાણી ખૂબ જ ફોર્સથી આવતું હોય છે. આના કારણે ક્યારેક આઉટર વોલ પર તિરાડો સર્જાય છે કે તે ધસી પણ પડે છે. પરંતુ આવું નુકસાન સ્ટ્રક્ચરલ એટલેકે આંતરિક નથી હોતું. બહારનું લેયર જ્યાં જ્યાં પ્રથમ વખત ફોર્સથી પાણી આવવાના કારણે નુકસાન પામ્યું હોય છે તે સરળતાથી થોડો સમય પાણી બંધ રાખીને રિપેર કરી શકાય છે.

ડેમેજ સ્ટ્રક્ચરલ ન હોવાના કારણે રિપેર થઇ જતા જ ફરી પાણી વહેવા માંડે છે. વિડિયો ક્લીપ જોઇને તો એમ લાગે કે જાણે આખી પરિયોજના જ ફેઇલ જવાની હોય. હકીકતમાં એવું નથી હોતું. વડાપ્રધાને ભચાઉ પાસેથી નર્મદાના જેલ ટપ્પર બંધમાં વહેવડાવ્યા તો પાણી ટપ્પરમાં પહોંચે છે જ અને લાખો લોકોને તેનો લાભ પહોંચવાનો હોય છે તે પહોંચે જ છે. આ લોકો સરકારના કામની પ્રશંસા કરવાના તે કરવાના જ. પરંતુ સોશ્યલ મિડિયા પર જે નબળા મનના હોય તેઓ આ વિિડયો ક્લીપથી વેબકૂફ બની શકે.

મધ્ય ગુજરાતના નર્મદા બંધનું પાણી છેક કચ્છના વાગડમાં પહોંચાડવું એ કોઇ પક્ષ કે સરકારની સિદ્ધિ છે એ વાત બાજુ પર મૂકો તો આપણને એક પ્રજા તરીકે પણ ગૌરવ થાય કે આપણે આ કરી શક્યા. જ્યારે પહાડ કોતરીને બનાવેલા નર્મદા બંધના વીજ મથકમાં આપ પહોંચો ત્યારે પ્રજા તરીકે ગૌરવ થાય છે કે આપણે આ કરી શક્યા, આપણે આ કર્યું. સરકારે કર્યું, આ સરકારે કર્યું, તે સરકારે કર્યું તે પછીની વાત છે.

જેમણે સત્તા પર આવવું છે અને જેમની તેમની સાથે વૈચારિક કે આર્થિક ભાગીદારી હોય અથવા જેઓએ સમાચાર-રંજન કરવું હોય તેમના દ્વારા બિલોરી કાચ લઇને પ્રોજેક્ટ કરાતી, વરસાવવામાં આવતી નેગેટિવીટીમાં આપણે પ્રજા તરીકે સરી પડવાની કોઇ જરુર નથી. થોડા ઇંચની એક ભાગમાં પડેલી ઉપર ઉપરની કામચલાઉ તિરાડોની સરખામણીમાં કિલોમીટરોની કાયમી વ્યવસ્થાના ભાગરુપે નંખાયેલી પાઇપ લાઇન, જાયજેન્ટીક પમ્પ હાઉસ, કેનાલ બાંધકામ વધુ મહત્વના છે પરંતુ તેની વિડિયો ક્લીપ આપને કદાચ જ બતાવાશે. વડાપ્રધાન ઉદઘાટન કરવા આવે છે એ જ કારણથી આપણને તેની જાણકારી પણ મળે છે. અન્યથા તો નોંધ પણ ન લેવાય.

error: Content is protected !!