સોલાર એનર્જી- વિન્ડ એનર્જી-હાઇ એફીસીયન્સી વેસ્ટ-ટુ એનર્જી મેનેજમેન્ટ-ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ ટેકનોલોજી-સેલાઇન ફાર્મિંગ- રેડિયો એન્ડ ટેકનોલોજીના ક્ષેત્રોમાં MoU

ગાંધીનગર:મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાથે નેધરલેન્ડના મિનીસ્ટર ઓફ ટેક્ષેશન એન્ડ કસ્ટમ્સ મેન્નો સ્નેલ અને પ્રતિનિધિમંડળની યોજાયેલી બેઠકમાં ગુજરાત અને નેધરલેન્ડ વચ્ચે વિવિધ ૬ એમ.ઓ.યુ કરવામાં આવ્યા હતા.

આ એમ.ઓ.યુ.માં સોલાર એનર્જીમાં ફ્લેક્સિબલ સોલાર પેનલ, ઓફ શોર એન્ડ ઓન શોર વિન્ડ એનર્જી, વડોદરા મહાનગરપાલિકા સાથે હાઇ એફિસિયન્સી વેસ્ટ ટુ એનર્જી મેનેજમેન્ટ, ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ ટેક્નોલોજી, પી.પી.પી મોડલ પર રેડિયો એન્ડ કાર્ડિયોલોજી સેન્ટર તેમજ સેલાઇન ફાર્મિંગના ક્ષેત્રોના એમ.ઓ.યુ. નો સમાવેશ થાય છે.

મુખ્યમંત્રીશ્રીએ વાયબ્રન્ટ સમીટની ઉત્તરોત્તર સફળતાની ભૂમિકા આપતા કહ્યું કે વર્તમાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત આયોજનથી શરૂ થયેલી આ સમિટ  આજે ૯મી કડીમાં પહોંચી છે.

નેધરલેન્ડ પોર્ટ ડેવલપમેન્ટમાં પાયોનિયર છે અને ગુજરાત ૧૬૦૦ કિ.મી. જેટલો વ્યુહાત્મક દરિયા કિનારો ધરાવે છે તે સંદર્ભમાં નેધરલેન્ડના સહયોગ અંગે તેમજ ધોલેરામાં વિવિધ માળખાકીય સુવિધામાં પણ સહયોગ અંગે બેઠકમાં વિચાર-વિમર્શ થયો હતો.

ગુજરાત અને ભારત સાથે નેધરલેન્ડના સુદ્રઢ દ્વિપક્ષીય સંબંધોના પરિણામે ૪૫ જેટલી ડચ કંપનીઓ કાર્યરત છે તેની વિગતો પણ નેધરલેન્ડ પ્રતિનિધિમંડળે આપી હતી.

આ બેઠકમાં ગુજરાત સરકારના વરિષ્ઠ સચિવો પણ જોડાયા હતા.

error: Content is protected !!