12 કરોડના હીરાની લૂંટનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલવા બદલ સુરત પોલીસને રૂ.10 લાખનું ઇનામ

ગાંધીનગર:  રાજ્યની શાંતિ, સલામતિ અને સુરક્ષા ગુજરાત પોલીસને આભારી છે. તેમજ ગુજરાત પોલીસની સતર્કતાને લઇ ગુનાઓના આરોપીઓને ઝડપથી પકડી શકાયા હોવાનું ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું હતું. વિધાનસભા ગૃહમાં અગત્યની બાબતમાં તાજેતરમાં સુરત ખાતે રૂા. ૧૨ કરોડના હીરાની લૂંટ બાબતે ગૃહ રાજ્ય મંત્રીએ કહ્યું હતું કે, પોલીસની સતર્કતાને લઇ આ લૂંટના આરોપીઓને પકડી તમામ મુદ્દામાલને પરત મેળવવામાં આવ્યા છે. રાજ્યના પોલીસ તંત્રનું જરૂરી માનવબળની સાથે મોર્ડનાઇઝેશન પણ કરવામાં આવ્યું છે. પરિણામે સી.સી.ટીવી ફુટેજ તેમજ કોલ ડેટા રેકર્ડના આધારે સુરત પોલીસે આ સફળતા મેળવી છે એટલું જ
નહિ આ આરોપીઓ અગાઉ બીજા ગુનાઓમાં સંડોવાયા હતા તેનો પણ ભેદ સુરત પોલીસ દ્વારા ઉકેલવામાં આવેલ છે.

ગૃહ મંત્રીએ કહ્યું હતું કે સુરતના પોલીસ તંત્રની સતર્કતા અને સુરક્ષાની મહત્વ પૂર્ણ કામગીરીને બિરદાવી સુરત પોલીસને રૂા. ૧૦ લાખનું પ્રોત્સાહક ઇનામ આપવાનું મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. ગૃહ મંત્રીએ કહ્યું કે, સુરત ઔદ્યોગીક રીતે ગુજરાતનું મહત્વ પૂર્ણ શહેર હોવા છતાં નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યુરોના રીપોર્ટ મુજબ દેશના ૧૯ મેગા સીટી અંગેના અહેવાલ પ્રમાણે શાંતિ
સુરક્ષામાં ગુજરાત પોલીસની કામગીરીથી સુરત શહેરનો ક્રમ લૂંટના કેસોમાં ૧૭મા ક્રમે, ધાડમાં ૧૫મા ક્રમે, ઘરફોડમાં ૧૭મા અને ચોરીમાં ૧૬મા સ્થાને છે. જે પોલીસની સતર્ક કામગીરીનું પરિણામ છે.

ગૃહ મંત્રીએ કહ્યું હતું કે, અમદાવાદ ખાતે આંગડીયા પાસેથી હીરા અને રોકડ રકમ મળી અંદાજીત રૂા. અઢી કરોડની હીરા અને બે લાખની રોકડ રકમની લૂંટ થયેલ તે ગુનો પણ ટુંકા સમયગાળામાં જ ઉકેલી છ આરોપીઓની ધરપકડ કરી રૂા. ૪૨ લાખનો મુદ્દામાલ પણ કબ્જે કરેલ છે.

તેવી જ રીતે, અમદાવાદ ખાતે બેંકની કેશવાનમાંથી રૂા. ૯૮ લાખની ચોરીની ઘટનાનો ગુનો પણ ખૂબજ ટુંકા સમયગાળામાં ઉકેલી લેવામાં આવેલ. તેમજ, કડી ખાતે રૂા. ૩૬ લાખની લૂંટના ગુનાનો કેસનું ડીટેક્શન પણ ગુજરાત પોલીસ દ્વારા ખૂબ જ ટુંકા ગાળામાં કરી આશરે રૂપિયા ૩૩ લાખના મુ્દામાલની રીક્વરી પણ કરી ગુજરાતની પ્રજાને શાંતિ, સલામતિ અને સુરક્ષાનો અનુભવ કરાવ્યો છે.

error: Content is protected !!