પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, પ્રથમ દિવસે જ શિવાલયોમાં ઉમટી ભક્તોની ભીડ

સોમનાથ: પવિત્ર શ્રાવણ માસની શિવ ભક્તો આતુરતાથી રાહ જોતા હોય છે. આજ (રવિવાર)થી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે.  ત્યારે આજે શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે જ શિવાલયોમાં ભક્તોની ભીડ ઉમટી પડી હતી. આ સાથે જ ‘હર હર મહાદેવ’ના નાદ સાથે શિવ મંદિરો ગૂંજી ઉઠયા હતા.

શ્રાવણ માસ હિન્દુ ધર્મમાં પવિત્ર મહિનો છે. આ મહિનામાં શ્રદ્ધાળુઓ ઉપવાસ કરે છે અને શંકર ભગવાનની પૂજા અર્ચના કરે છે. ત્યારે પ્રથમ જ્યોર્તિલિંગ એવા સોમનાથ મંદિરમાં પણ ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું હતું. શ્રાવણ માસને લઈને મંદિર પ્રશાસન દ્વારા વિશેષ આયોજનોની તૈયારી પૂર્ણ કરી લીધી છે. આ સાથે જ આ મહિનામાં ભક્તોની ભીડ ઉમટી પડતી હોવાથી મંદિરની ફરતે ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત શ્રાવણમાસ દરમિયાન સોમનાથ મહાદેવને અલગ અલગ વિશિષ્ટ શ્રુંગારોથી 29 જેટવા શણગાર કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, આવતીકાલે શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર હોવાથી શિવાલયોમાં ભક્તોની ભીડ ઉમટી પડશે. શ્રાવણ મહિનામાં આવતા સોમવાર (શ્રાવણીયા સોમવાર)નું વિશેષ માહાત્મ્ય હોય છે. આ દિવસે ભક્તો ઉપવાસ કરી શિવજીની પૂજા કરે છે.

શ્રાવણ મહિના દરમિયાન સોમનાથ મંદિરનો કાર્યક્રમ

મંદિર ખુલવાનો સમય                             સવારે 4-00 કલાકે
મહાપૂજન પ્રારંભ                                     સવારે 6-15 થી 7-00 કલાકે
આરતી                                                     સવારે 7-00 થી 7-15 કલાકે
સવાલક્ષ બિલ્વપૂજન પ્રારંભ                    સવારે 8-30 કલાકે
મહામૃત્યુંજય યજ્ઞ પ્રારંભ                          સવારે 8-45 કલાકે
મધ્યાહ્ન મહાપૂજન                                    સવારે 11-00 થી 12-00 કલાકે
મધ્યાહ્ન આરતી                                         બપોરે 12-00 થી 12-15 કલાકે
શૃંગાર દર્શન                                              સાંજે   5-00 થી 9-00 કલાકે
દીપમાળા                                                   સાંજે  6-30 થી 8-30 કલાકે
સાયં આરતી                                               સાંજે  7-00 થી 7-20 કલાકે
મંદિર બંધ થવાનો સમય                            રાત્રે       10-00 કલાકે

error: Content is protected !!