સોયાબીનની વડીનું અથાણું

સામગ્રી :

સોયાબીનની વડી : ૨૫૦ ગ્રામ
તેલ : ૩૦૦ ગ્રામ
સરકો : ૨૫૦ ગ્રામ
ગરમ મસાલો : ૩૦ ગ્રામ
લાલ મરચું : ૧૦ ગ્રામ
હળદર : ૭ ગ્રામ
હિંગ : ૨૦ ગ્રામ
મીઠું : ૧૫ ગ્રામ

બનાવવાની રીત :

સૌથી પહેલાં સોયાબીનની વડીને ગરમ પાણીમાં ૨૦ મિનિટ સુધી રાખો. જયારે તે સરસ રીતે ફૂલી જાય ત્‍યારે પાણી નિતારી લો અને હળવા હાથેથી તેને દબાવીને પાણી નિતારી લો. કડાઇને તાપ પર રાખો. ૨૦૦ ગ્રામ તેલ નાખી ઉકાળો. પછી ૨ ગ્રામ હિંગનો વઘાર કરી તેમાં વડીઓ નાંખી દો અને હલાવો. ગુલાબી રંગની થતાં બહાર કાઢી લો. હવે કડાઇમાં વધેલું ૧૦૦ ગ્રામ તેલ નાંખો. જયારે તેલ સારી રીતે કકડી જાય ત્‍યારે બંને મરચાં અને હળદરનો વઘાર કરો પછી ગરમ મસાલો નાંખી તાપ પર ચડાવો. ધીમા તાપે મસાલા શેકો. પછી તેમાં વડી અને મીઠું નાંખીને ભેળવી દો. તે ઠંડી પડતાં બરણીમાં ભરો. બીજા દિવસે વધેલું તેલ પણ અથાણાંમાં નાંખી દો.

error: Content is protected !!