સ્પાઈસજેટે સુરત અને અમદાવાદથી શરુ કરી નવી ફ્લાઈટ્સ

સુરત, દેશગુજરાત: ખાનગી ખાનગી એરલાઇન કંપની સ્પાઇસજેટે સુરત – જોધપુર અને સુરત – ગોવા ફ્લાઇટ્સ લોન્ચ કરી છે. સ્પાઇસજેટ અમદાવાદ – બેંગકોક, અમદાવાદ – વારાણસી અને અમદાવાદ – બેંગલુરુ ફ્લાઇટ્સ પણ આજે (ગુરુવાર)થી લોન્ચ કરી છે.

સુરત ગોવા ફ્લાઇટ 17:05 વાગ્યે રવાના થશે અને 18:55 વાગ્યે પહોંચશે, ગોવા સુરત ફ્લાઇટ 7:15 વાગ્યે રવાના થઇ 8:40 વાગ્યે પહોંચશે, સુરત-જોધપુર ફ્લાઇટ 9:10 વાગ્યે ઉપડશે અને 10.40 વાગ્યે પહોંચશે. જોધપુર સુરત ફ્લાઇટ 14:30 વાગ્યે રવાના થશે અને 16:10 વાગ્યે પહોંચશે, અમદાવાદ બેંગકોક ફલાઈટ 18:30 વાગ્યે રવાના થશે અને 0:40 વાગ્યે પહોંચશે, બેંગકોક અમદાવાદની ફ્લાઇટ 2.05 વાગ્યે રવાના થઇ 5.30 વાગ્યે પહોંચશે.

error: Content is protected !!