ભૈયુજી મહરાજ પંચમહાભૂતમાં થયા વિલીન, પુત્રીએ આપ્યા મુખાગ્નિ

ઇન્દોર: આધ્યાત્મિક ગુરુ ભૈયુજી મહારાજે  ગઈકાલે (મંગળવારે) પોતાને જ ગોળી મારી મોતે વ્હાલું કર્યું હતું. જે બાદ આજે (બુધવારે) ઇન્દોરના ભમોરી સ્મશાન ઘાટમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. તેમની દીકરી કુહૂએ તેમને મુખાગ્નિ અર્પી હતી. આ પહેલાં ભૈયુજીના અંતિમ દર્શન માટે નશ્વર દેહને તે0મના સૂર્યોદય આશ્રમમાં રાખવામાં આવ્યો હતો. જ્યાં કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલે અને પંકજા મુંડે સહિત અનેક પ્રતિષ્ઠિત લોકો સહિત અનુયાયીઓ તેમના અંતિમ દર્શન કરવા પહોંચ્યા હતા.

error: Content is protected !!