રાજ્યના ૭ જિલ્લાઓમાં સ્પોર્ટસ સંકુલોનું નિર્માણ કરાશે : રમત-ગમત મંત્રી

ગાંધીનગર: રમત ગમત મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું છે કે , રાજ્યના યુવાનો રમત-ગમત પ્રવૃત્તિ ક્ષેત્રે પોતાની શ્રેષ્ઠ કારકિર્દી ઘડે અને રાજ્યનું નામ રોશન કરે તે માટે રાજ્ય સરકારે અનેકવિધ સવલતો પૂરી પાડી છે. યુવાનો-વિદ્યાર્થીઓને રમત ગમત માટે માર્ગદર્શન તથા સુવિદ્યાઓ આપવા માટે જિલ્લા કક્ષાએ સ્પોર્ટસ સંકુલોનું નિર્માણ કરાય છે જે અંતર્ગત રાજ્યના ૭ જિલ્લાઓમાં નવા જિલ્લા કક્ષાના સ્પોર્ટસ સંકુલોનું નિર્માણ કરાશે.

બુધવારે ગાંધીનગર ખાતે જન ભાગીદારીથી નિર્માણ થનાર જિલ્લા કક્ષાની સ્પોર્ટસ સંકુલ યોજના અંતર્ગત પસંદ પામેલ શાળાઓ અને સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત (SAG) સાથે મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીની ઉપસ્થિતિમાં સમજૂતી કરાર (એમ.ઓ.યુ.) થયા હતાં. જેમાં ભરૂચ, નવસારી, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, મોરબી અને ગાંધીનગર જિલ્લાની પસંદ પામેલ શાળાઓ ખાતે ભાઇઓ અને બહેનો માટે
આ સંકુલોનું નિર્માણ થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભરૂચ જિલ્લાની તપોવન સંસ્કાર કેન્દ્ર ભરૂચ, નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાની બી.એસ.પટેલ પ્રાથમિક શાળા, ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાની સોમનાથ પ્રાયમરી, સેકન્ડરી અને હાયર સેકન્ડરી સ્કૂલ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામકલ્યાણ પુર તાલુકાના નંદાણા ગામની મયૂર શૈક્ષણિક સંકુલ, મોરબી જિલ્લાના મોરબી ખાતેની નવજીવન વિદ્યાલય અને ગાંધીનગર જિલ્લાના માણસાની સાંઇ સેવન સ્ટાર એજ્યુકેશન ટ્રસ્ટ બ્લીસ ઇન્ટરનેશનલ પબ્લીક સ્કૂલની પસંદગી કરાઇ છે. આ એમ.ઓ.યુ. પ્રસંગે શાળાના ટ્રસ્ટીઓ તથા સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતના અધિકારીઓ ઉપસ્થિત રહી હસ્તાક્ષર કર્યા હતા.

error: Content is protected !!