રામ મંદિર નિર્માણના વિવાદને ઉકેલવા શ્રીશ્રી રવિશંકરની ગતિવિધિઓ તેજ, મુખ્યમંત્રી યોગી સાથે કરી મુલાકાત

ઉત્તરપ્રદેશ: આર્ટ ઓફ લિવિંગના સંસ્થાપક શ્રીશ્રી રવિશંકરે અયોધ્યાના મુદ્દાના સમાધાન માટે પોતાની કોશિષો ઝડપી કરી દીધી છે. આ ક્રમમાં રવિશંકરે બુધવારે  ઉત્તરપ્રદેશ (યુપી)ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની મુલાકાત કરી. કહેવાય છે કે રવિશંકરે મુખ્યમંત્રીની સાથે આ વિવાદના સમાધાન પર વાત કરી. અયોધ્યા વિવાદ ઉકેલવા માટે રવિશંકરે પહેલ કરી રહ્યા છે. આર્ટ ઓફ લિવિંગના સંસ્થાપક 16 નવેમ્બરના રોજ અયોધ્યા જઇ રામ મંદિર કેસ સાથે જોડાયેલા તમામ પક્ષકારો સાથે મુલાકાત કરશે. આ કેસમાં જો કે તેમની મધ્યસ્થતાને લઇ પ્રશ્નો પણ ઉઠી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી આદિત્યનાથે મંગળવારે યુપીમાં કોર્પોરેશનના ચૂંટણી અભિયાનની શરૂઆત દરમ્યાન કહ્યું હતું કે તેઓ અયોધ્યા વિવાદ ઉકેલવા માટે આર્ટ ઓફ લિવિંગના સંસ્થાપક શ્રી શ્રી રવિશંકરની પહેલના વખાણ કરે છે. તેમણે કહ્યું કે કોઇપણ સ્તર પર વાતચીતથી વિવાદને ઉકેલવાના પ્રયાસના વખાણ કરવા જોઇએ. શ્રી શ્રીના આજે કેટલાંય બીજા સંગઠનોના પ્રતિનિધિઓને પણ મળવાની આશા છે. સોમવારના રોજ અયોધ્યા પહોંચેલ શ્રી શ્રી રવિશંકરના પ્રતિનિધિના મતે શ્રી શ્રી 16 નવેમ્બરના રોજ રસ્તા માર્ગથી અયોધ્યા પહોંચશે. તેમણે કહ્યું કે હું હિન્દુ અને મુસ્લિમ પક્ષકારોને મળી શ્રી શ્રી ની અયોધ્યા મુલાકાતના ઉદેશ અંગે માહિતી આપી રહ્યો છું. શ્રી શ્રી ગુરૂવારે સવારે 11 વાગ્યે અયોધ્યા પહોંચશે. તેઓ સીધા મણિરામ છાવણી જશે અને ત્યાં રામ જન્મભૂમિ ન્યાસના અધ્યક્ષ મહંત નૃત્યગોપાલ દાસની મુલાકાત કરશે. ત્યારબાદ તેઓ ન્યાસના સભ્ય ડૉ.રામવિલાસ વેદાંતી સિવાય મસ્જિદના પૈરોકર સ્વર્ગીય હાશિમ અંસારીના દીકરા ઇકબાલ અંસારી સાથે મુલાકાત કરશે.

આની પહેલાં રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદમાં પક્ષકારોની વચ્ચે સમજૂતીની મુહિમ ચલાવી રહેલ અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરિએ આધ્યાત્મિક ગુરૂ શ્રીશ્રી રવિશંકરને નિશાના પર લીધા હતા. નરેન્દ્ર ગિરિ એ કહ્યું કે તેઓ સંત નથી, જે તેમની વાતને માની જ લે. તેમણે કહ્યું હતું કે રામ મંદિર બનવાના રવિશંકરના બસની વાત નથી. એ વાતનો પ્રયાસ થઇ રહ્યો છે કે આ કેસને વાતચીતના આધાર પર ઉકેલી લેવામાં આવે, પરંતુ અત્યાર સુધી ખોટી વ્યક્તિઓ સાથે જ વાત થઇ તેના લીધે સમાધાન નીકળી શકયું નથી.
નરેન્દ્ર ગિરિએ સોમવારે ઇલ્હાબાદમાં જાહેરાત કરી હતી કે રામમંદિરના મામલામાં શિયા વક્ફ બોર્ડની સાથે સમજૂતીને લઇને ગતિરોધ ખત્મ થઇ ગયા છે. શિયા વક્ફ બોર્ડના ચેરમેન સૈયદ વસીમ રિઝવીએ સોમવારે અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરિ સાથે ઇલાહાબાદમાં મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ રિઝવીએ કહ્યું કે અયોધ્યા રામની ધરતી છે અને ત્યાં રામનું જ મંદિર બનશે.

અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ નરેન્દ્ર ગિરિએ કહ્યું કે સમજૂતીનો ડ્રાફ્ટ 15-16 નવેમ્બર સુધી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી દેવાશે. સમજૂતીના ડ્રાફ્ટ પર હસ્તાક્ષર થયા બાદ તેને કોર્ટને સોંપાશે. આશા છે કે અમે તેને 15-16 નવેમ્બર સુધી કોર્ટમાં દાખલ કરી દઇશું.

ઉલ્લેખનીય છે કે, અયોધ્યા કેસમાં સુનવણી કરતાં સુપ્રીમ કોર્ટે 11મી ઑગસ્ટના રોજ કહ્યું હતું કે, 5 ડિસેમ્બરથી તેઓ આ કેસમાં અંતિમ સુનવણી શરૂ કરશે. વસીમ રિઝવીનું કહેવું છે કે યુપી શિયા વક્ફ બોર્ડ સમજૂતીની શરતો અને નિયમોનો ડ્રાફ્ટ તૈયાર કરી રહ્યાં છે

error: Content is protected !!