શ્રીદેવીના પાર્થિવ દેહને ભારત લાવવાની મળી મંજુરી

મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી શ્રીદેવીનાં મોતના 3 દિવસ પછી આજે (મંગળવારે) તેના પાર્થિવ દેહને ભારતમાં લાવવાની પરવાનગી દુબઈ પ્રશાસન તરફથી મળી ગઈ છે. છેલ્લા 3 દિવસથી શબઘરમાં રખાયેલા શ્રીદેવીના નશ્વર દેહને સરકારી વકીલની મંજૂરી મળ્યા બાદ લેપ લગાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. નોન્શ્નીય છે કે, શ્રીદેવીનું નિધન 24 ફેબ્રુઆરીએ દુબઈમાં રાત્રે 11:00 વાગ્યે થયું હતું. જે બાદ પોસ્ટમોર્ટમની પ્રક્રિયા, દુબઈ પોલીસની તપાસ, સરકારી વકીલ દ્વારા તમામ દસ્તાવેજોની તપાસ અને ફોરેન્સિક રિપોર્ટ સહિતીની કામગીરીને પગલે તેના પાર્થિવ દેહને મુંબઈ લાવવામાં વિલંબ થઇ રહ્યો હતો. તેના મોતના 3 દિવસ બાદ આજે (27 ફેબ્રુઆરી)એ તેના પાર્થિવ દેહને મુંબઈ લાવવાની મંજુરી મળી ગઈ છે.  હવે બાકીની તમામ જરૂરી પ્રોસેસ બાદ તેના મૃતદેહને ભારત લાવવામાં આવશે. ઉદ્યોગપતિ અનીલ અંબાણીના પ્રાઈવેટ વિમાનમાં શ્રીદેવીનો પાર્થિવ દેહ તેમજ પરિવારના સભ્યો મુંબઈ પહોંચે. જે બાદ શ્રીદેવીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

શ્રીદેવીના નિધન બાદ તેના પાર્થિવ દેહને ભારત લાવવા માટે ચાલતી આ બધી પ્રક્રિયા વચ્ચે બોની કપૂર પણ દૂબઈમાં છે. જેને લઈને પિતાને સહકાર આપવા માટે બોની કપૂરનો પુત્ર અને ફિલ્મ અભિનેતા અર્જુન કપૂર પણ દુબઈ પહોંચ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અર્જુન કપૂર બોની કપૂરની પહેલી પત્ની મોના કપૂરનો દીકરો છે.

 

error: Content is protected !!