શ્રીદેવીનું નિધન થયું તેને 60 કલાક વીતી ગયા છતાં નથી થયા અંતિમ સંસ્કાર

દુબઈ: અભિનેત્રી શ્રીદેવીનું શનિવારે (24 ફેબ્રુઆરી)એ દુબઈમાં નિધન થયું હતું. જોકે, તેમના મોતને 60 કલાકનો સમય વીતી ગયો હોવા છતાં હજુ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા નથી. કારણ કે, હજુ પણ તેમના પાર્થિવ દેહને દુબઈથી મુંબઈ લાવવામાં આવ્યો નથી. હવે મંગળવાર(27 ફેબ્રુઆરી)એ મોડી સાંજે તેમના મૃતદેહને મુંબઈ લાવવામાં આવે તેવી શક્યતા છે. ફોરેન્સિક રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે, શ્રીદેવીનું નિધન દારૂ (આલ્કોહોલ) નશામાં અટેક આવતા બેલેન્સ ગુમાવતા બાથટબમાં ડૂબવાને કારણે થયું છે. ત્યારબાદ પોલીસે પબ્લિક પ્રોસિક્યૂશનને આ કેસ આપી દીધો છે. તેમની પરમિશન બાદ જ પાર્થિવદેહ ભારત આવી શકશે. દુબઈના સ્થાનિક અખબાર પ્રમાણે, દુબઈ પોલીસે બોની કપૂરનું સ્ટેટમેન્ટ લીધું હતું. સ્ટેટમેન્ટ લીધા બાદ બોની કપૂર એ જ હોટલમાં રોકાયો હતો, જ્યાં શ્રીદેવીનું નિધન થયું હતું.

શ્રીદેવીના પાર્થિવ દેહને મુંબઈ લાવવા માટે દુબઈ પ્રશાસન તરફથી આજે પરવાનગી મળી જાય તો પણ બેથી ત્રણ કલાકનો સમય અન્ય ક્લિયરન્સ મેળવવામાં જશે. ઉલ્લેખનીય છે કે, નિધનના ત્રીજા દિવસે પણ શ્રીદેવીનુ પાર્થિવ દેહ શબઘરમાં રાખવામાં આવ્યું છે. વકીલની મંજૂરી મળ્યાં બાદ જ શ્રીદેવીના પાર્થિવ દેહ પર રાસાયણિક લેપ લગાવવાની પ્રક્રિયા શરૂ થશે

error: Content is protected !!