શ્રીદેવીનો પાર્થિવ દેહ અંબાણીના વિમાનમાં મુંબઈ લાવવામાં આવશે

મુંબઈ: અભિનેત્રી શ્રીદેવીનું શનિવારે મોડીરાત્રે દુબઈમાં નિધન હતું. તેના પાર્થિવ દેહને આજે (સોમવારે) મુંબઇ લાવવામાં આવશે. શ્રીદેવીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ રવિવારે થઇ ગયું હતું પરંતુ પોલીસ અંતિમ તપાસ રીપોર્ટ તૈયાર કરી શકી ન હતી. સામાન્ય પ્રોટોકોલના અનુસાર દુબઇમાં હોસ્પિટલની બહાર થનાર મોતના મામલે આ તપાસમાં 24 કલાકથી વધુ સમય લાગે છે. શ્રીદેવીના નિધનના મામલે પણ આ બધા પ્રોટોકલને અનુસરવામાં આવી રહ્યાં છે. માહિતી પ્રમાણે,  પોસ્ટમોર્ટમની પ્રક્રિયા પુરી થઇ ગઇ છે અને પરિવાજનો ફોરેંસિક તપાસના રિપોર્ટની રાહ જોઇ રહ્યો છે. જોકે, આજે બપોરે 2 વાગ્યા સુધીમાં તેના પાર્થિવ દેહને મુંબઈ લાવવામાં આવશે. જે બાદ સાંતાક્રુજમાં તેમની અંતિમ વિધિ કરાશે. ઉલ્લેખનીય છે કે, શ્રીદેવી દુબઇના જુમૈરા એમિરેટ્સ ટાવર હોટલમાં રોકાઇ હતી. આ હોટલના રૂમમાં બાથરૂમમાં શ્રીદેવી બેભાન થઇને પડી ગઇ હતી. ત્યારબાદ તાત્કાલિક તેને દુબઇના રાશિદ હોસ્પિટલમાં લઇ જવામાં આવી અને હાજર તબીબે તેને મૃત જાહેર કરી હતી.

અંબાણીના પ્રાઈવેટ વિમાન મારફતે ભારત લવાશે શ્રીદેવી નો પાર્થિવ દેહ

ભારતીય ઉદ્યોગપતિ અનિલ અંબાણીએ બોલીબુડ અભિનેત્રી શ્રીદેવીના પાર્થિવ શરીરને ભારત લાવવા માટે પોતાનું વિમાન દુબઇ  મોકલ્યું છે. માહિતી પ્રમાણે, રિલાયન્સ ટ્રાંસપોર્ટ એન્ડ ટ્રાવેલ લિમિટેડના 13 સીટોવાળા ખાનગી વિમાન (એમ્બ્રાએર-135 બીજે)ને રવિવારે રાત્રે લગભગ 1:30 વાગે મુંબઇથી દુબઇ માટે ઉડાન ભરી હતી. આ વિમાનમાં પાર્થિવ દેહ અને તેમના પરિવારજનો દુબઈથી 2:00 વગ્યે રવાના થશે.

Related Stories

error: Content is protected !!