ઉત્તર ગુજરાતના કેટલાક રૂટ પર એસ.ટી. બસ સેવા સ્થગિત

ગાંધીનગર: પદ્માવત ફિલ્મના રીલિઝને લઇને ચાલી રહેલા વિવાદે હવે હિંસક રૂપ ધારણ કર્યું છે. શનિવારે ગાંધીનગર અને મહેસાણામાં અજાણ્યા શખ્સો દ્વારા 5 એસ.ટી.ને સળગાવવામાં આવી હતી અને કેટલીક એસ.ટી, બસમાં તોડફોડ પણ કરવામાં આવી હતી. વિરોધ ઉગ્ર બનતા મહેસાણા જિલ્લાની તમામ એસટી સેવા મોડી રાતથી બંદ કરી દેવામાં આવી હતી.

શનિવારની પરિસ્થિતિને ધ્યાને લઈને ગુજરાત એસ.ટી. વિભાગે કેટલાક રૂટ પર બસ સેવા બંધ રાખવાનો નિર્ણય લીધો હતો. પદ્માવત ફિલ્મ વિરોધને પગલે બનાસકાંઠા જિલ્લામાં 100થી વધુ બસોના રૂટ બંધ કરવામાં આવ્યા છે. પાલનપુરથી અમદાવાદ જતી એક્સપ્રેસ બસો અને અંબાજીથી અમદાવાદ જતી બસો બંધ કરાઈ છે. અંદાજે 100 જેટલી બસોના પૈડા  થંભી જતા મુસાફરોએ મુશ્કેલીનો સામનો કરવો પફુઓ હતો. બીજી તરફ  હિંમતનગર એસ.ટી. ડેપો રૂટની બસ સેવા પણ બંધ કરાઈ છે. જેમાં મોડાસા, ઈડર રૂટ સિવાયના તમામ રૂટ બંધ કરાયા છે.

ઉત્તર ગુજરાત તરફ જતી બસોની સર્વિસ બંધ કરવાની સાથે મહેસાણા, પાલનપુર, કડી, કલોલ તરફની  બસો પણ બંધ કરવામાં આવી છે. પાટણ ડેપોની તમામ રૂટની બસ સેવા બંધ કરાઈ છે. મહેસાણા ડિવિઝનની સૂચના મળ્યા બાદ જ આ સેવાઓ ફરીથી કાર્યરત કરવામાં આવશે.

error: Content is protected !!